રાજકોટઃ ગોંડલ ભગવતપરામાં રહેતા 35 વર્ષીય મકસુદશા ઝુસબશા ફકીર ઓટો રીક્ષા લઈ રાજકોટ બીમાર માતાની ખબર પૂછવા જઈ રહ્યા હતા, ત્યારે ભરૂડી પાસે એસટી બસે રિક્ષાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મકસુદશાનું મોત થયુ હતું.
પુત્રના અકસ્માતમાં મોતના સમાચાર સાંભળતાની સાથે માતાનું પણ આઘાતથી મોત
ગોંડલથી રાજકોટ બીમાર માતાની ખબર પૂછવા જતા યુવાનનું ભરૂડી પાસે અકસ્માતમાં મોત થયુ હતુ. જ્યારે યુવાન પુત્રના મોતના સમાચાર સાંભળતા માતાનું પણ આઘાતથી મોત થયુ હતું.
rajkkot
અકસ્માતમાં પુત્રનુ મોત થયા હોવાના સમાચાર સાંભળતા હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલી તેમની બિમાર માતાનું પણ આઘાતને કારણે મોત થયુ હતું. મકસુદશા ત્રણ સંતાનોના પિતા હતા અને ઘરના આધારસ્તંભ સમાન હોય તેમનું અકાળે મોત નિપજતા ત્રણ સંતાનોએ પિતાની છત્ર છાયા ગુમાવાની સાથે દાદીને પણ ગુમાવ્યા છે. પરીવારમાં બે સભ્યોના મોતને પગલે પરિવાર શોકમાં ગરક થયો હતો.