ગુજરાત

gujarat

ETV Bharat / state

કોંગ્રેસના ખેડૂત સમારોહમાં 200 જેટલા કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના શિવરાજગઢ - માંડણકુંડલા રોડ પર હનુમાન મંદિર ખાતે કોંગ્રેસનો ખેડૂત સમારોહ યોજાયો હતો. જેમાં બાંદરા ગામના પૂર્વ સરપંચ, ગોંડલ નગરપાલિકાના સદસ્ય અને આમ આદમી પાર્ટીના પ્રમુખ અને ઉપપ્રમુખે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો.

કોંગ્રેસ ખેડૂત સમારોહ
કોંગ્રેસ ખેડૂત સમારોહ

By

Published : Jan 15, 2021, 3:32 PM IST

  • ભાજપ, આમ આદમી પાર્ટીના પ્રમુખ સહિતના કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા
  • બાંદરા ગામના પૂર્વ સરપંચ રાજુ રૈયાણી કોંગ્રેસમાં જોડાયા
  • જિલ્લા કોંગ્રેસ પ્રમુખે કાર્યકર્તાઓને કોંગ્રેસનો ખેસ પહેરાવીને આવકાર્યા

રાજકોટ : સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ગોંડલમાં ભાજપ અને આમ આદમી પાર્ટીમાં ગાબડા પડી રહ્યા છે. ગોંડલ તાલુકાના શિવરાજગઢ - માંડણકુંડલા રોડ પર હનુમાન મંદિર ખાતે કોંગ્રેસનો ખેડૂત સમારોહ યોજાયો હતો. જેમાં ભાજપના ગોંડલ નગરપાલિકાના પૂર્વ સદસ્ય જયસુખ વઘાસીયા, ગોંડલ તાલુકાના બાંદરા ગામના પૂર્વ સરપંચ રાજુ રૈયાણી, ગોંડલ આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ પંકજ ડોબરીયા અને ઉપપ્રમુખ જય નાદપરા સહિતના લોકો અને આગેવાનો સહિતના અંદાજે 200 જેટલા કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા હતા.

શિવરાજગઢ ગામે કોંગ્રેસના ખેડૂત સમારોહમાં 200 જેટલા કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા

કોંગ્રેસમાં જોડાયેલા કાર્યકર્તાઓને જિલ્લા કોંગ્રેસના સભ્યોએ આવકાર્યા

કોંગ્રેસમાં જોડાયેલા આગેવાનો, કાર્યકર્તાઓને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશ વોરા, અર્જુનભાઈ ખાટરીયા, યતીશ દેસાઈ, હરદેવસિંહ જાડેજા, લલિત પટોળીયા સહિતના આગેવાનોએ કોંગ્રેસનો ખેસ પહેરાવીને આવકાર્યા હતા.

બાંદરા ગામના પૂર્વ સરપંચ રાજુ રૈયાણી કોંગ્રેસમાં જોડાયા

ABOUT THE AUTHOR

...view details