ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટઃ ભરૂડી ટોલ નાકા પાસે 3 પશુઓને કતલ ખાને લઈ જતું વાહન ઝડપાયું

ભરૂડી ટોલનાકા પાસે પશુધનને લઈ કતલ ખાને લઇ જતા એક આરોપીને પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ ધી ગુજરાત પ્રાણી સરંક્ષણ અધિનીયમ 1954 એમેન્ટમેન્ટ 2017ના સુધારાની કલમ 8(4) તથા પશુ-પ્રત્યે ઘાતકી પણાની કલમ 11(ડી)(ઇ)(એફ)(એચ) મુજબ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

રાજકોટઃ ભરૂડી ટોલ નાકા પાસે ત્રણ પશુઓને કતલ ખાને લઈ જતું વાહન ઝડપાયું
રાજકોટઃ ભરૂડી ટોલ નાકા પાસે ત્રણ પશુઓને કતલ ખાને લઈ જતું વાહન ઝડપાયું

By

Published : Jul 27, 2020, 7:06 PM IST

રાજકોટઃ ભરૂડી ટોલનાકા પાસે શૈલેષ આંબાભાઇ પશુધનને લઈ કતલ ખાને જતો હતો. તેના હવાલાવાળી મહિન્દ્રા પીકઅપ નંબર. GJ 03 AZ 0926 ને રોકી તલાશી લેતા ગૌવંશ 2 ગાય કિમંત રૂપિયા 40,000 તથા ગાયનુ બચ્ચુ 1 કિમંત રૂપિયા 2000/- તથા મહિન્દ્રા પીકઅપની કિમંત રુપિયા 2,50,000/- એમ કુલ મુદામાલ રૂપિયા 2,92,000,/- મળી આવ્યો હતો.

આરોપીએ પોતાના મહિન્દ્રા પીકઅપમાં પાણીની તથા ઘાસ ચારાની વ્યવસ્થા રાખ્યા વગર તથા દોરડા વડે ક્રુરતા પુર્વક બાંધી હલન ચલન ન થાય તે રીતે અને પશુને પીડા થાય તે રીતે બાંધી કતલ કરવાના ઇરાદે હેરાફેરી કરતા મળી આવતા આરોપી વિરુદ્ધ ધી ગુજરાત પ્રાણી સરંક્ષણ અધિનીયમ 1954 એમેન્ટમેન્ટ 2017ના સુધારાની કલમ 8(4) તથા પશુ-પ્રત્યે ઘાતકી પણાની કલમ 11(ડી)(ઇ)(એફ)(એચ) મુજબ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details