ગુજરાત

gujarat

ETV Bharat / state

વિઠ્ઠલભાઈ રાદડિયાને રાજકોટના ખેડૂતોએ અનોખી શ્રદ્ધાંજલિ આપી

રાજકોટઃ પોરબંદર ભાજપના પૂર્વ સાંસદ અને ખેડૂત નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાનું લાંબી માંદગી બાદ આજે નિધન થયું છે. જેને લઈને તેમના સમર્થકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. વિઠ્ઠલભાઈ સૌરાષ્ટ્રના ખેડૂતોમાં ખૂબ જ લોકપ્રિય હતા, માટે જ તેમને ખેડૂત નેતા તરીકે ઓળખવામાં આવતા હતા. જેને લઈને રાજકોટમાં ખેડૂતો દ્વારા વિઠ્ઠલભાઈને શ્રદ્ધાંજલિ અર્પણના ભાગરૂપે એક દિવસ યાર્ડની કામગીરી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સ્પોટ ફોટો

By

Published : Jul 29, 2019, 3:34 PM IST

પોરબંદરના ભાજપ પૂર્વ સાંસદ અને ખેડૂત કદાવર નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાનું આજે અવસાન થયું છે. વિઠ્ઠલભાઈ છેલ્લા કેટલાક દિવસથી બીમાર હતા. તેમજ તેઓ સારવાર હેઠળ હતા. અચાનક આજે તેમનું અવસાન થતાં તેમના સમર્થકોમાં દુઃખની લાગણી જોવા મળી રહી છે. માંદગીના કારણે લોકો વચ્ચે ન જઈ શકતા વિઠ્ઠલભાઈ છેલ્લે આવેલી લોકસભાની ચૂંટણી પણ લડ્યા ન હતા. વિઠ્ઠલભાઈ અગાઉ કોંગ્રેસમાંથી પણ સાંસદ અને ધારાસભ્ય રહી ચુક્યા હતા.

ખેડૂતોની અનોખી શ્રદ્ધાંજલિ

તેમજ રાજકોટ જિલ્લામાં પણ સહકારી ક્ષેત્રે વિઠ્ઠલભાઈનું યોગદાન અમૂલ્ય રહ્યું છે. તેમની લોકચાહના એટલી હતી કે તેઓ કોઈ પણ પક્ષમાંથી ચૂંટણી લડે તો પણ જીતે ત્યારે તેમનું આજે અવસાન થતા તેમના પરિજઓને સમર્થકોમાં દુઃખની લાગણી પ્રસરી છે. ત્યારે રાજકોટ જિલ્લાના ખેડૂતોએ પોતાના દિગ્ગજ નેતાને શ્રદ્ધાંજલિ અર્પણના ભાગરૂપે એક દિવસ માર્કેટિંગ યાર્ડની કામગીરી બંધ રાખવાનો નિર્ણય લીધો છે. જેને લઈને આવતીકાલે રાજકોટ માર્કેટિંગ યાર્ડ સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના યાર્ડ બંધ પાળવા આવશે.

ABOUT THE AUTHOR

...view details