ભૂખ્યાને ભોજનની વાત આવે તો સૌરાષ્ટ્ર ના વીરપુર નું નામ સામે આવે. વીરપુરમાં આજથી 200 વર્ષ પહેલા પૂજ્ય જલારામ બાપા દ્વારા સદાવ્રત શરૂ કરવામાં આવ્યું હતું. જેની જ્યોત આજે પણ આવરિત ચાલી રહી છે. છેલ્લા 20 વર્ષથી મંદિર દ્વારા કોઈ પણ જાતની ભેટ સોગાદ લેવાનું બંધ કરવામાં આવ્યું છે. છતાં આજે પણ આ સદાવ્રત અવરિતપણે ચાલું છે.
વીરપુરમાં રામકથાની શરૂઆત પોથીયાત્રાથી કરાઈ
વીરપુરઃ યાત્રાધામ વીરપુરમાં વર્ષોથી ચાલતાં સદાવ્રત કાર્યની દ્વિ-શતાબ્દીની ઉજવણીના ભાગરૂપે રામકથાનું આયોજન કરાયું છે. જેની શરૂઆત ભવ્ય પોથીયાત્રા કરાઈ હતી. જેમાં જલારામ ભક્તો મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતાં.
વીરપુર
આ અન્ન ક્ષેત્ર દ્વિ-શતાબ્દી મહોત્સવની ઉજવણીના ભાગરૂપે પૂજ્ય મોરારી બાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. જે તારીખ 18થી 26 જાન્યુઆરીથી સુધી ચાલશે. 9 દિવસ ચાલનાર આ રામકથામાં હજારો લોકો લાભ લેશે. જેની શરૂઆત પોથી યાત્રાથી કરવામાં આવી હતી. જેમાં જલારામ અને રામ ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યાં હતાં. આ યાત્રામાં વીરપુરના મુખ્ય માર્ગો પર ફરી હતી. જેમાં રાસ ગરબા અને જલારામ બાપાના ભજનો સાથે ઉત્સવની ઉજવણી કરી હતી.