- PGVCL ના કર્મચારીઓને બોલાવી વીજપ્રવાહ બંધ કરાવ્યો
- ધુમાડો નીકળતા સિક્યોરિટી એલાર્મ વાગ્યો.
- પેનલ બોર્ડમાં આગ લાગી હતી
ગોંડલના શિવરાજગઢ ગામે સ્ટેટ બેન્કમાં શોર્ટ સર્કિટથી આગ લાગી
ગોંડલ તાલુકાના શિવરાજગઢ ગામે રવિવારે બપોરે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં આગ લાગતા સિક્યુરિટી એલાર્મ ગુંજી ઉઠ્યો હતો. સદનસીબે માત્ર પેનલ બોર્ડ જ સળગ્યું હોવાથી મોટુ નુકસાન થતાં અટક્યું હતું.
રાજકોટ : જિલ્લાના ગોંડલ તાલુકાના શિવરાજગઢ ગામે ભગાભાઈ ભાલાળાના મકાનમાં આવેલ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની શાખામાં આગ લાગતા સાથે ધુમાડો નીકળતા અને સિક્યોરિટી એલાર્મ વગતા ગ્રામજનો એકઠા થઇ ગયા હતા. આ ઘટનાને પગલે બેન્ક મેનેજર દિલીપભાઈ ચૌહાણ પણ દોડી આવ્યા હતા અને તાત્કાલિક PGVCLના કર્મચારીઓને બોલાવી વીજપ્રવાહ બંધ કરાવતા મોટી આગ ફેલાતા અટકી હતી. આ આગમાં માત્ર બેંકના પેનલ બોર્ડને નુકસાન થયું હતું. મોટી કોઈ જાન હાનિ થઈ નહોતી અને બેન્કમાં રહેલ લોકોની લાખો રૂપિયાની મતા બચી જવા પામી હતી.