રાજકોટઃ શહેરની હવે ખાનગી હોસ્પિટલ પણ કોરોનાની ઝપેટમાં આવવાની બાકી નથી રહી, આજે શુક્રવારે શહેરના 150 ફૂટ રિંગરોડ પર આવેલી સ્ટર્લિંગ હોસ્પિટલમાં પણ 7 જેટલા કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં બે તબીબોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત નર્સિંગ સ્ટાફના 3 પુરૂષ અને કેન્ટિંગ અને હાઉસ કિપિંગના સ્ટાફનો સમાવેશ થાય છે.
રાજકોટ સ્ટર્લિંગ હોસ્પિટલમાં કોરોનાના 7 પોઝિટિવ કેસ નોંધાયા
રાજ્યમાં કોરોનાના કેસ દિવસેને દિવસે વધતા જાય છે, ત્યારે શહેરની સ્ટર્લિંગ હોસ્પિટલમાં કોરોનાના 7 પોઝિટિવ કેસ નોંધાયા છે.
સ્ટર્લિંગ હોસ્પિટલમાં કોરોનાના 7 પોઝિટિવ કેસ નોંધાયા
આ અંગે ETV BHARAT દ્વારા હોસ્પિટલ તંત્રની સંપર્ક કરતા મોડી રાતે કોઈપણ વાત થઈ શકી નહોતી, પરંતુ હાલ હોસ્પિટલમાં ગતિવિધિઓ તેજ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના પોઝિટિવ કેસ વધતા આજે શુક્રવારે રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિ પણ રાજકોટ શહેરની કામગીરી અંગેની અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી, ત્યારે રાજકોટમાં કોરોનાના સંકમણ રોકવા હવે નવી નવી ટેક્નિક તંત્ર દ્વારા અજમાવવામાં આવી રહી છે.