રાજકોટમાં એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા 28 વર્ષના વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી થયું મોત રાજકોટ:કોરોના આવ્યા બાદ રાજ્યમાં નાની ઉમરના લોકોમાં પણ હાર્ટ એટેક આવવાની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. તેમજ યુવા વર્ગમાં લોકોના જીવ જઈ રહ્યા છે. એવામાં રાજકોટમાં વધુ એક માત્ર 28 વર્ષના વિદ્યાર્થીને હાર્ટ એટેક આવતા તેનું મોત થયું છે. જ્યારે આ વિદ્યાર્થી રાજકોટની VVP એન્જિનિરિંગ કોલેજ ખાતે અભ્યાસ કરતો હતો એવામાં માત્ર 28 વર્ષની ઉમરમાં જ તેનું મોત થતાં પરિવારજનોમાં પણ દુઃખની માહોલ છવાયો છે.
છેલ્લા વર્ષમાં અભ્યાસ: પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ યુવાન મૂળ તાપી જિલ્લાનો છે. રાજકોટમાં રહીને એન્જિનિયરનો અભ્યાસ કરતો હતો. ત્યારે પોલીસ દ્વારા હાલ યુવાનના મૃતદેહને પોસ્મોટમ અર્થે ખસેડીને આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે. એન્જિનિયરિંગ કરતા વિદ્યાર્થીનું મોતસમગ્ર ઘટનાની વાત કરીએ કે કલ્પેશ પ્રજાપતિ નામના 28 વર્ષીય યુવકનું હાર્ટ એટેકના કારણે મોત થયું છે. આ વિદ્યાર્થી રાજકોટની VVP કોલેજમાં કલ્પેશ એન્જિનિયરિંગ કોલેજમાં આર્કિટેક્ચરના કોર્સના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હતો.
" ગઇકાલે સાંજે કલ્પેશનો મને ફોન આવ્યો હતો કે મને છાતીમાં દુખે છે. જેના કારણે હું હોસ્પિટલમાં જાવ છુ. એવામાં હું પણ કોલેજમાં મારા ક્લાસમાં બેઠો હતો જેને લઇને તાત્કાલિક હું કલ્પેશ પાસે પહોંચ્યો હતો. અમે બંને કોલેજમાંથી હોસ્પિટલમાં જવા માટે નીકળ્યા હતા. પરંતુ કલ્પેશ કોલેજના કપાઉન્ડમાં જ ઢળી પડયો હતો. જ્યારે 108 ઘટના સ્થળે આવી ત્યારે કલ્પેશને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. છતાં પણ અને તેને લઈને હોસ્પિટલમાં ગયા હતા. જ્યાં પણ તબીબોએ કલ્પેશ હૃદયના ધબકારા બંધ થઈ ગયા હોવાનું જણાવ્યું હતી".--ફૈજલ દલવાણી ( કલ્પેશ મિત્ર)
હાર્ટ એટેકના કારણે મોત: આ અગાઉ પણ રાજકોટમાં 3થી વધુ યુવાનોના હાર્ટ એટેકના કારણે મોત થયા છે. જેમાં રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ રમતા રમતા યુવાનને હાર્ટ એટેક આવ્યો હતો. જેમાં તે મોતને ભેટ્યો હતો. જ્યારે શહેરની મારવાડી કોલેજમાં એક વોલી બોલ રમતા વિદ્યાર્થીને પણ એટેક આવતા તેનું મોત થયું હતું. ત્યારબાદ શહેરના માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડમાં પણ મીડિયા ટુર્નામેન્ટ દરમિયાન એક યુવાનનું હાર્ટ એટેકના કારણે મોત થયું હતું. ત્યારે આજે ફરી એન્જિનિરિંગ કરતા યુવાનનું હાર્ટ એટેકના કારણે મોત થયા ચકચાર મચી જવા પામી છે. એવામાં તબીબોનું માનવું છે કે આજના આધુનિક સમયમાં બહારના ખોરાક, તણાવ અને બેઠાળું જીવન સહિતની બાબતોમાં ખૂબ જ કાળજી જરૂરી છે. જેના કારણે આ હાર્ટ એટેકનું સમસ્યામાં વધારો થયો છે.
- Navsari Student Heart Attack : નવસારીમાં 17 વર્ષીય દીકરીને શાળામાં હાર્ટ એટેક આવતા મોત નિપજ્યું
- HSC Result 2023 : પેપર બાકી હતાને પિતાને રમતા રમતા હાર્ટ એટેક આવ્યો, દીકરીએ રિઝલ્ટમાં મારી સિક્સ