- 21 વર્ષના પાર્થે પિતા સાથે કોરોનાને હરાવ્યો
- નિયમિત દવાઓ અને ઇન્જેક્શન અપાયા
- 7 દિવસની સારવાર લઇ કોરોનામુકત બન્યા
રાજકોટ:સમગ્ર ઘટના અંગે પ્રાર્થના પિતાએ જણાવ્યું કે, 21 વર્ષનો પાર્થ અમારૂ એકનું એક સંતાન છે. જન્મ સમયથી જ પાર્થ મનોદિવ્યાંગ હતો. તેને બે દિવસથી તાવ આવતો હતો. તાવની દવા લીધી પણ ઉતર્યો નહીં. પછી કોરોના ટેસ્ટ કરાવ્યો તો તે પોઝીટીવ આવ્યો છે. આ ઉપરાંત પાર્થનો સિટી સ્કેન પણ કરાવવામાં આવ્યો. ઘરે દસ દિવસ કોરોનાની સારવાર લીધી પરંતુ પાર્થની તબિયતમાં સુધારો થવાના બદલે શ્વાસની તકલીફ શરૂ થઇ હતી.. ઓકિસજન લેવલ 75થી 73 સુધીનું થઇ ગયુ. એટલે રાતો રાત તેને સમરસના કોરોના સેન્ટરમાં દાખલ કરવો પડયો. પાર્થ મનોદિવ્યાંગ હોવાથી તેની સંભાળ માટે મારે સતત ઘરમાં પણ તેની સાથે જ રહેવુ પડતું હતું. જેથી મને પણ કોરોના હતો. એટલે પાર્થ સાથે અમે બન્ને પિતા-પુત્રએ 7 દિવસ સુધી સમરસમાં સારવાર લઇ કોરોનામુકત બન્યા છીએ.
21 વર્ષના પાર્થે પિતા સાથે કોરોનાને હરાવ્યો આ પણ વાંચો: વડોદરાની હોસ્પિટલમાં સારવારથી વધુ 3 દર્દીઓ સાજા થયા
ઘરે સારવાર શરૂ કરતાં ઓક્સિજન લેવલ 73 થયું
49 વર્ષના અમોલ આણંદપરાએ વધુમાં જણાવ્યું કે, સમરસમાં ઓકિસજન અપાયો હતો.. નિયમિત દવાઓ અને ઇન્જેક્શન આપવામાં આવતા હતી. 7 દિવસની સારવાર બાદ સ્વસ્થ થતાં અમને પિતા-પુત્રને રજા અપાઇ હતી. આજ અમે બન્ને સંપૂર્ણ સ્વસ્થ છીએ. તેનો યશ સમરસ હોસ્ટેલના કોવિડ કેર સેન્ટરના ફાળે જાય છે. જો ત્યાં સમયસર સારવાર ન મળી હોત તો મારા પુત્રની સ્થિતિ વધુ બગડી શકી હોત. કોરોનાનું સંક્રમણ વધ્યુ હોત. મનોદિવ્યાંગ પાર્થની સતત દેખરેખ કરતાં તેમના પિતા અમોલભાઇને પણ કોરોનાના લક્ષણો હતા. તેમણે ફેફસાનો સિટી સ્કેન કરાવ્યો. જેમાં તેઓને પોતાને પણ સંક્રમણ આવ્યું હતું.
આ પણ વાંચો: ભરૂચ જિલ્લામાં કોરોનાને માત આપી વધુ 6 દર્દી સાજા થયા, હોસ્પિટલમાંથી અપાઇ રજા
પતિ-પત્ની બન્ને સ્પેશિયલ એજ્યુકેટર
અમોલભાઇ અને તેમના પત્ની સ્પેશિયલ એજ્યુકેટર છે. આ દંપતિએ B.ed. સ્પેશિયલ એજ્યુકેટર તરીકે કર્યુ હતું. જેનાથી તેઓ મનોદિવ્યાંગ બાળકોને પોતાના ઘરે જ રિહેબિટેશન સેન્ટરમાં તાલીમ આપે છે. તેમજ મનોદિવ્યાંગ બાળકો માટે કામ કરતી પ્રયાસ સંસ્થામાં પણ આ દંપતિ તેમની સેવા આપે છે. સરકારી સારવારના અનુભવ વિશે અમોલભાઇ કહે છે કે, સરકારી કોવિડ હોસ્પિટલમાં હોવાથી મારા પરિવારજનોને મારા ભોજન કે ખર્ચની પણ ચિંતા ન હતી. અમને સવાર-સાંજ ચા-ગરમ નાસ્તો અને બપોરે અને રાત્રે પૌષ્ટિક ભોજન હોસ્પિટલમાંથી જ પ્રાપ્ત થતું હતું. જો હું ખાનગી હોસ્પિટલમાં સારવાર લેત તો અમારે ખર્ચ અને ભોજનની ચિંતા રહી હોત.