ગુજરાત

gujarat

By

Published : Jun 2, 2020, 7:27 PM IST

ETV Bharat / state

રાજકોટમાં રૂપિયા 22 હજારથી વધુના મુદ્દામાલ સાથે 20 જુગારીઓ પોલીસે ઝડપી પાડ્યા

રાજકોટના આટકોટ પોલીસ સ્ટેશનમાં નવા આવેલા PSI એ ત્રણ ગામમાં રેડ પાડી જુગાર ધામ ઝડપી પાડ્યા હતા. આ મામલે રૂપિયા 22,600ના મુદ્દામાલ સાથે 20 જુગારીઓની ધરપકડ કરવામાં આવી છે.

રાજકોટમાં રૂ 22,600 ના મુદ્દામાલ સાથે 20 જુગારીઓ ઝડપાયા
રાજકોટમાં રૂ 22,600 ના મુદ્દામાલ સાથે 20 જુગારીઓ ઝડપાયા

રાજકોટ : ભીમ અગિયારસના તહેવાર પર જુગાર રમતા આટકોટના જુગારીઓને જેલની હવા ખાવાનો વારો આવ્યો હતો. આટકોટમાં નવા આવેલા PSI જે.વી. વાઢીયા તથા આટકોટ પોલીસ સ્ટાફ દ્વારા પોલીસ સ્ટેશનની હદમાં આવતા ગામોમાં જુગારની રેડ પાડી રૂપિયા 22,600ના મુદ્દામાલ સાથે 20 જુગારીઓને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details