રાજકોટમાં શુક્રવારની સવારથી સાંજ સુધીમાં ધીમીધારે વરસાદ જોવા મળ્યો હતો. વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાં સારો એવો વરસાદ થતાં ડેમમાં નવા નીરની આવક નોંધાય હતી. ધીમીધારે વરસેલા વરસાદને કારણે ખેડૂતોમાં પાકને લઇને ખુશીની લાગણી જોવા મળી હતી.
રાજકોટમાં 2 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો, ખેડૂતોમાં ખુશીનો માહોલ
રાજકોટ: શુક્રવારની વહેલી સવારથી જ ધીમીધારે વરસાદ જોવા મળ્યો હતો. સવારથી સાંજ સુધીમાં 2 ઈંચ કરતાં વધુ વરસાદ નોંધાયો હતો. રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં પણ સારો એવો વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગની આગાહીના પગલે તંત્ર એલર્ટ થયું છે.
રાજકોટમાં 2 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો, ખેડૂતોમાં ખુશીનો માહોલ
હવામાન વિભાગ દ્વારા રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં 2 દિવસ અતિ ભારે વરસાદની આગાહી કરી છે. જેને લઇને રાજકોટ કલેક્ટર તંત્રએ પણ કર્મચારીઓને હેડક્વાર્ટર ન છોડવાનું કહ્યું હતું. વધુમાં લોકોની સુરક્ષા માટે NDRF તેમજ SDRFની ટીમને પણ ખડેપગે રાખવામાં આવી છે. જ્યારે નીચાણવાળા અને ડેમની આસપાસના વિસ્તારોના લોકોને એલર્ટ કરી કંટ્રોલ રૂમના નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે.