રાજકોટ જિલ્લા પંચાયતમાં સર્જાયેલ ઘમાસાણનો હવે અંત આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. જિલ્લા પંચાયતના 12 જેટલા સદસ્યો જેમની વિરુદ્ધ હાલમાં પક્ષાતર ધારા મુજબની કાર્યવાહી શરૂ હતી તે તમામ સભ્યો વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા.રાજકોટ ખાતે યોજાયેલ ભાજપના વિજય સંમેલનમાં 12 જેટલા સભ્યો જોડાતા હતા.જેથી રાજકોટ જિલ્લામાં કોંગ્રેસને એક મોટો ફટકો પડયો છે.
ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, રાજકોટ જિલ્લા પંચાયતના 12 સભ્યો ભાજપમાં જોડાયા - rjt
રાજકોટ:આગામી 23 તારીખના રોજ ગુજરાતમાં મતદાન યોજાવાનું છે. ત્યારે આગામી લોકસભાની ચૂંટણી પહેલા રાજકોટ કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. રાજકોટ જિલ્લા પંચાયતના 12 જેટલા અલગ-અલગ ગામના સદસ્યોએ ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે. છેલ્લા કેટલાય સમયથી રાજકોટ જિલ્લા પંચાયતના આ સભ્યો સામે પક્ષાતર ધારા મુજબની કાર્યવાહી શરૂ હતી.
સ્પોટ ફોટો
હાલમાં લોકસભાની ચૂંટણીનો માહોલ છે, ત્યારે કોંગ્રેસના 12 જેટલા સભ્યોએ ભાજપનો ખેસ ધારણ કરતા કોંગ્રેસ જાણે જિલ્લામાં પડી ભાંગી હોય તેવું લાગી રહ્યું છે.