ગુજરાત

gujarat

ETV Bharat / state

ઉપલેટાના રામ મંદિરમાં પૂનમ મહાયોગ નિમિતે 1008 દિવડા પ્રગટાવવામાં આવ્યા - ઉપલેટા રામ મંદિર

ઉપલેટામાં રામ મંદિર ખાતે પૂનમ અને મહાયોગ નિમિત્તે 1008 દીવાઓની જ્યોત કરી ઉજવણી કરવામાં આવી હતી. આ સાથે જ મહાદેવની પૂજા અર્ચના પણ કરવામાં આવી હતી.

ઉપલેટાના રામ મંદિરમાં પૂનમ મહાયોગ નિમિતે 1008 દિવડા પ્રગટાવવામાં આવ્યા
ઉપલેટાના રામ મંદિરમાં પૂનમ મહાયોગ નિમિતે 1008 દિવડા પ્રગટાવવામાં આવ્યા

By

Published : Jan 1, 2021, 7:17 AM IST

Updated : Jan 1, 2021, 12:39 PM IST

  • મંદિરમાં 1008 દિવડાઓ પ્રગટાવવામાં આવ્યા હતા
  • આ દિવડાઓથી "ૐ નમઃ શિવાય" લખવામાં આવ્યું હતું
  • મલ્લિકાર્જુન યોગ અંદાજે 40 થી 50 વર્ષે આવે છે

ઉપલેટાઃ પુરાણોમાં જણાવ્યા પ્રમાણે મલ્લિકાર્જુન યોગ અંદાજે 40 થી 50 વર્ષે આવે છે, તેવું ઋષિમુનિઓ અને શાસ્ત્રોમાં જણાવ્યું છે. આ મલ્લિકાર્જુન યોગમાં કોઈ પણ શ્રદ્ધાળુ કે મનોકામના કરનાર વ્યક્તિ પોતાની જે કઈ મનોકામના કરે છે. એ ભગવાન પાસે પૂરી શ્રદ્ધા અને ભાવનાથી પૂજા અર્ચના કરે છે તેમની તમામ મનોકામના દેવોના દેવ મહાદેવ અચૂક પૂર્ણ કરે છે તેવું શાસ્ત્રોમાં પણ જણાવેલું છે.

ઉપલેટાના રામ મંદિરમાં પૂનમ મહાયોગ નિમિતે 1008 દિવડા પ્રગટાવવામાં આવ્યા

આજના દિવસે શ્રદ્ધાળુની દરેક મનોકામના ભોળાનાથ અચૂક પૂર્ણ કરે છે

ઉપલેટા રામ મંદિર ખાતે સેવકો અને સંચાલકો દ્વારા ભગવાન ભોળાનાથના મંદિરમાં 1008 દિવડાઓની જ્યોત કરી અને મહાદેવ અને ભોળાનાથના શિવલિંગ પર સુશોભિત કરવામાં આવ્યું હતું. જેમાં "ૐ નમઃ શિવાય" દીવાઓની જ્યોતથી લખવામાં આવ્યું હતું. આવા શુભ પ્રસંગે અને આવા મહાયોગમાં કરેલી મહાપુજમાં ઉપલેટા તેમજ આસપાસના પંથકના શ્રદ્ધાળુઓ અને ભક્તો આરતીનો લાભ લેવા અને આરતીના અને ભગવાનના દર્શન અર્થે ઉપસ્થિત રહી અને આ મહાપૂજા અને 1008 દિવડાઓના જ્યોતના દર્શન અને પૂજા અર્ચના પણ કરી હતી.

Last Updated : Jan 1, 2021, 12:39 PM IST

ABOUT THE AUTHOR

...view details