ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટના ગોંડલ જામવાળી GIDCમાં પરપ્રાંતિય શ્રમિક યુવાન કોરોના પોઝિટિવ આવ્યો

ઔદ્યોગિક વસાહત જામવાડી GIDCમાં આવેલા ધાણાના કારખાનામાં પાંચ દિવસ પહેલા રાજસ્થાની આવેલો યુવાન કોરોના પોઝિટિવ નીકળતા તંત્ર હરકતમાં આવ્યું છે.

gondal
ગોંડલ જામવાળી GIDC

By

Published : May 28, 2020, 3:32 PM IST

રાજકોટ : રાજસ્થાનના બાડમેરથી ભવરલાલ ચૌધરી ઉંમર વર્ષ 18 નામનો યુવાન મજૂરીકામ માટે આવ્યો હતો. તે દરમિયાન તંત્ર દ્વારા તેને કોરોન્ટાઇન પણ કરવામાં આવ્યો હતો. જ્યારે તેનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા જિલ્લાભરનું આરોગ્ય તંત્ર અને પ્રશાસન દોડી ઉઠયું હતું. જેમાં શ્રમિક યુવાન કોરોના પોઝિટિવ હોવાની જાણ થતા જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મિતેષ ભંડેરી, ગોંડલ તાલુકા હેલ્થ ઓફિસર જી.પી.ગોયલ ડૉ. દિવ્યા પામનાની, ડૉ .રવિ વાઘસિયા અને ગોંડલ મામલતદાર ચુડાસમા, નાયબ મામલતદાર મનીષભાઈ જોષી અને ગોંડલ સિટી પોલીસને જાણ થતા સ્થળ પર દોડી કાર્યવાહી હાથ ધરી હતી.

રાજકોટના ગોંડલ જામવાળી GIDCમાં પરપ્રાંતિય શ્રમિક યુવાન કોરોના પોઝિટિવ આવ્યો

જયારે બુધવારે સરધાર નજીક ખારચીયામાં 2 માસની બાળકીને કોરોના પોઝિટિવ આવ્યો હતો, અને કોટડાસાંગાણી તાલુકાના શાપર વેરાવળ અને વડિયા ગામે પણ બે કેસ નોંધાયા હતા. જેમાં પોઝિટિવ રીપોર્ટ આવનારના સંપર્કમાં આવેલ લોકોને કોરોન્ટાઈન કરવા તંત્ર કામે લાગ્યુ હતું.

ABOUT THE AUTHOR

...view details