આ અકસ્માતમાં યુટીલીટીમાં સવાર 3 વ્યક્તિઓને ગંભીર ઈજા થઈ હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે એમ્બ્યુલન્સ મારફતે ગોંડલની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં. જેમાં 1 વ્યક્તિનું સારવાર પહેલાં જ મોત નિપજ્યું હતું અને અન્ય 2 વ્યક્તિઓની હાલત વધુ પડતી ગંભીર જણાતા તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા હતાં.
રાજકોટમાં ટ્રક અને યુટિલિટી વચ્ચે અકસ્માત થતાં 1નું મોત
રાજકોટઃ ગોંડલ રાજકોટ વચ્ચેના નેશનલ હાઈ-વે પર બંધ પડેલાં ટોરસ ટ્રક પાછળ યુટીલીટી કાર ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં 3ને ગંભીર ઈજા થઈ હતી, તેમાંથી 1નું સારવાર પહેલાં જ મોત નીપજ્યું હતું. ત્યારે 2ની હાલત વધુ ગંભીર થતાં તેમને રાજકોટ હૉસેપિટલમાં ખસેડાયા હતા. આ ઘટના અંગે ગોંડલ તાલુકા પોલીસે યુટીલીટીના નંબર આધારે પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.
રાજકોટમાં ટ્રક અને યુટિલિટી વચ્ચે અકસ્માત થતાં 1નું મોત
આ અકસ્માતનો ભોગ બનેલાં વ્યક્તિઓમાં મૃતક અને ઈજાગ્રસ્તોના નામ હજુ સામે આવ્યા નથી. જેમને લઈ ગોંડલ તાલુકા પોલીસે યુટીલીટીના નંબર આધારે પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.