- હોસ્પિટલમાં જવાથી કોરોના થઈ જશે તો !
- લાંબી કતારો જોઈને લોકો હોસ્પિટલમાં ટેસ્ટ કરવાનું લોકો ટાળે છે
- સવારથી સિવિલમાં લોકોની ભીડ ઉમટે છે વધુ સંક્રમણ ફેલાવાની શકયતા
પોરબંદર: દેશભરમાં કોરોનાની મહામારીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે, ત્યારે મોટા શહેરો અને નાના શહેરો સહિત હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. જેથી લોકો હોસ્પિટલમાં લાંબી કતારો જોઈને ટેસ્ટ કરાવવા જતા પણ ડરી રહ્યા છે. સંક્રમણ વધુ ન ફેલાય તે માટે યુથ કોંગ્રેસ દ્વારા ડ્રાઇવ થ્રુ કાર અથવા બાઈકમાં લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવે તેવી માગ યુથ કોંગ્રેસ દ્વારા કરાઈ છે.
આ પણ વાંચો :ખેડા જિલ્લામાં કોરોના બેકાબૂ, આજે વધુ 91 કેસ નોંધાયા
તાત્કાલિક નિર્ણય અસરકાર બનશે
પોરબંદરમાં તારીખ 19 એપ્રિલના રોજ 27 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે અને ચાર લોકોના મોત કોરોનાના કારણે થયા છે, ત્યારે હજુ આ આંકડો વધુ ન થાય તે માટે સરકાર દ્વારા ટેસ્ટ વધારવામાં આવી રહ્યા છે. પરંતુ હોસ્પિટલમાં ટેસ્ટ માટે લાંબી કતારો જોઈને લોકો ટેસ્ટ કરાવવા માટે ડરી રહ્યા છે કે હોસ્પિટલમાંથી ક્યાંક કોરોના થઈ જશે તો ! આથી યુથ કોંગ્રેસના પ્રમુખ ધર્મેશ પરમાર દ્વારા તંત્રને પત્ર લખીને જણાવ્યું હતું કે, ટેસ્ટ ડ્રાઇવ થ્રુ ( કારમાં અથવા બાઈક)માં RT- PCR test કરવામાં આવે તો સંક્રમણ ન ફેલાય અને હોસ્પિટલમાં અવ્યવસ્થા ન સર્જાય. આથી વહેલી તકે આ બાબતે નિર્ણય લેવામાં આવે તો કારગત નીવડશે. તેમ યુથ કોંગ્રેસના પ્રમુખ ધર્મેશ પરમારે જણાવ્યું હતું.