- પોરબંદરની સગીર યુવતીને યુવક સાથે થઈ હતી મૈત્રી
- શારીરિક સંબંધ બાંધવાનો ઇન્કાર કરતા યુવકે યુવતીને માર્યો માર
- યુવતીએ કરી યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ
પોરબંદરઃ રામટેકરી વિસ્તારમાં રહેતી એક સગીરાને તેના એક મિત્ર યુવાને 5 એપ્રિલે બપોરના સમયે ગેસ્ટ હાઉસમાં મળવા બોલાવી હતી અને શારીરિક સંબંધ બાંધવાની માગ કરી હતી, પરંતુ યુવતીએ ઇન્કાર કરતા યુવકે યુવતીને માર મારી હતી. જેની ફરિયાદ યુવતીએ પોલીસ મથકે નોંધાવી હતી.
આ પણ વાંચોઃપેટલાદમાં 8 વર્ષની બાળકી સાથે જાતીય સતામણી, પોલીસે 18 વર્ષીય કર્મકાંડી યુવાનની કરી ધરપકડ
પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
પોરબંદરમાં રામટેકરી પાસે રહેતી યુવતીને હેરાન કરનાર આરોપી દર્પણે યુવતીને પોરબંદરના સુદામા ગેસ્ટ હાઉસના રૂમ નંબર 105માં બપોરે 3 કલાકે મળવા બોલાવી હતી. જ્યાં બપોરના 3 કલાકે ફરિયાદીને મળવા જતાં આરોપીએ ફરિયાદી પાસે શરીર સબંધ બાંધવાની માગણી કરી હતી. તેમની શરીર સબંધ બાંધવાની માંગણીનો અસ્વીકાર કરતાં, આરોપી ઉશ્કેરાઇ જતા યુવતીનું ગળું પકડી લીધુ હતું. તેના ગાલ પર બે-ત્રણ ઝાપટ મારી હતી અને પેટ પર એક લાત મારીને મુઢ ઈજાઓ પહોંચાડી હતી. જાતીય સતામણી કરી ગુનો કરતા પોલીસ મથકે યુવતીએ ફરિયાદ નોંધાવી છે. પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃપૉપ સ્ટાર જસ્ટિન બીબરે તેના વિરુદ્ધ જાતીય સતામણીનો આરોપ કરનારી મહિલાઓ પર કર્યો કેસ