ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદર સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટની કામગીરી શરૂ

કોરોના સંક્રમણની બીજી લહેરમાં ઓક્સિજન તેમજ ઈન્જેક્શનની અછત વર્તાઈ રહી છે. આ વચ્ચે કથાકાર રમેશ ઓઝા દ્વારા પોરબંદર સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન ટેન્ક બનાવવાની જાહેરાત કરાયા બાદ તેના નિર્માણની કામગીરી શરૂ કરવામાં આવી છે.

પોરબંદર સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટની કામગીરી શરૂ
પોરબંદર સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટની કામગીરી શરૂ

By

Published : May 4, 2021, 10:41 PM IST

  • 10 મે સુધીમાં તૈયાર થશે ઓક્સિજન ટેન્ક
  • દર્દીઓને મળશે સિલિન્ડરમાંથી મુક્તિ
  • ઓક્સિજનના 1800 સિલિન્ડર જેટલી ક્ષમતા



પોરબંદર: વિશ્વભરમાં કોરોના મહામારી ફેલાઈ છે, ત્યારે ગુજરાતમાં પણ અનેક મોટા શહેરોમાં તથા ગામડાઓમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે અને આ બિમારીમાં ઓક્સિજનની ઘટ હોવાના કારણે અનેક અવ્યવસ્થા સર્જાય છે. પોરબંદર જિલ્લામાં ઓક્સિજનની અછતના કારણે અનેક દર્દીઓ મુશ્કેલીમાં મુકાય છે. જેને ધ્યાને લઇને કથાકાર રમેશ ઓઝા દ્વારા સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ આપવાની જાહેરાત કરાઈ હતી. જેની કામગીરી શરૂ કરવામાં આવી છે.

10 મે સુધીમાં થશે કાર્યરત

પોરબંદર જિલ્લાના વિકાસ અધિકારી વી. કે. અડવાણીના જણાવ્યા અનુસાર, હાલ આ ઓક્સિજન પ્લાન્ટની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાંથી પાઇપલાઇન દર્દીના બેડ સુધી જાય અને દર્દીઓને બેડ પર જ ઑક્સિજન મળે તેવી વ્યવસ્થા કરવામા આવશે. તેની ચેકીંગ પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે અને અંદાજીત 10 મે સુધીમાં આ પલાન્ટ કાર્યરત કરવામાં આવશે. દર્દીઓને સિલિન્ડરમાંથી મુક્તિ મળશે અને એક ટેન્કમાંથી 47 કિલોના એક એવા 1800 સિલિન્ડર ભરી શકવાની ક્ષમતા ધરાવશે.

ABOUT THE AUTHOR

...view details