ગુજરાત

gujarat

ETV Bharat / state

સરદાર સરોવર ડેમની જળ સપાટી 138.67 મીટરની પાર થતા ઉજવણી કરાઇ

બગવદર: ગુજરાત રાજ્યની જીવાદોરી સમાન નર્મદા નદી પર બાંધવામાં આવેલા સરદાર સરોવર ડેમ પ્રથમ વખતે તેની પૂર્ણ સપાટી 138.67 મીટર પાર કરી છે. આ ઐતિહાસિક ક્ષણની ઉજવણી માટે પોરબંદરમાં બગવદર ખાતે આવેલા રન્નાદે નવગ્રહ મંદિર નજીકના ચેકડેમ પર ગુજરાત રાજ્ય ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના અધ્યક્ષ મુળુભાઈ બેરાના હસ્તે જળ પૂજન કરવામાં આવ્યું હતું.

સરદાર સરોવર ડેમની જળ સપાટી 138.67 મીટરની પાર થતા ઉજવણી કરાઇ

By

Published : Sep 17, 2019, 8:07 PM IST

આ પ્રસંગે ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના અધ્યક્ષ મુળુભાઇ બેરા સાથે પોરબંદરના સંસદ સભ્ય રમેશભાઈ ધડુક અને પોરબંદરના ધારાસભ્ય બાબુભાઈ બોખિરીયા સહિત પોરબંદરના જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી અને પોરબંદર જિલ્લા પંચાયતના પ્રમુખ અને નગરપાલિકાના પ્રમુખ સહિત ચીફ ઓફિસર અને બગવદર ગામના સરપંચ સહિત અનેક લોકો ઉપસ્થિત રહી જળનું પૂજન કર્યું હતું. આ પ્રસંગે એક સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો હતો.

સરદાર સરોવર ડેમની જળ સપાટી 138.67 મીટરની પાર થતા ઉજવણી કરાઇ

ABOUT THE AUTHOR

...view details