2047 ના વર્ષમાં પોરબંદર કેવું હશે તેની પરિકલ્પના સાંભળો પોરબંદર ભારત સરકારે ડિસેમ્બર 2022 માં સુશાસન સપ્તાહની ઉજવણી કરી હતી. ત્યારે ભારત સરકારે તમામ જિલ્લાને આહ્વાન કર્યું હતું કે જિલ્લા વિશે આવનારા આવતા પચીસ વર્ષનું વિઝન કે જેમાં તમારો જિલ્લો કેવો હોય તેની પરિકલ્પના વિચારવા જણાવાયું હતું. આ પરિકલ્પનાને લઇને ગાંધીજીના જન્મસ્થળ પોરબંદર જિલ્લામાં પણ વિઝન 2047 તૈયાર કરવામાં આવ્યું છે. આ અંગે જિલ્લા કલેકટરે માધ્યમો સાથેની વાતચીતમાં વિઝન 2047 પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.
પોરબંદર 2047માં કેવું હશે તેના પ્રોજેક્ટ :જિલ્લા કલેકટરે આપેલી માહિતીમાં પોરબંદર @2047 તૈયાર કરવામાં આવ્યું છે તે વિશે વિસ્તૃતતાથી જણાવ્યું હતું. તેમાં પોરબંદરના પર્યટન ક્ષેત્રે, શિક્ષણ,આરોગ્ય માનવસંસાધન આર્થિક, ઉદ્યોગ,ધંધા રોજગાર, ગ્રામવિકાસ, માછીમારી, કૃષિ સહિતના ક્ષેત્રે વિકાસને લઈને ડોક્યૂમેન્ટ તૈયાર કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો WATER VISION 2047: જળ સંરક્ષણ પર PM મોદીનું મંથન
કઇ રીતે તૈયાર થયું વિઝન : પોરબંદર એટ ધ રેટ 2047ની પરિકલ્પના રજૂ કરવા માટે આઠ અધિકારીઓ રોજના 5 થી 6 કલાકોની મહેનત કામે લાગી હતી અને તેને બે મહિનાને અંતે તૈયાર કરવામાં આવ્યું હતું. આ પ્રેઝન્ટેશન ભારત સરકારના વહીવટી સુધારણા (ડિપાર્ટમેન્ટ ઓફ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ) વિભાગ સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે. આ દસ્તાવેજના આધારે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ અને વિદ્યાર્થીઓની મદદ લેવાશે. ઉપરાંત સંસ્થાઓને પણ સાથે રાખી વિદેશમાં વસતા લોકોનું પણ મંતવ્ય અને સહકાર લેવામાં આવશે. સરકારી અને ખાનગી ક્ષેત્રે યોગદાન અંગે માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવશે. આ પ્લાન માટે નિષ્ણાતો વૈજ્ઞાનિકોની મદદ લેવાશે.
આ પણ વાંચો 2047 સુધીમાં ભારત વિશ્વની ટોચની ત્રણ અર્થવ્યવસ્થાઓમાં સામેલ થશેઃ મુકેશ અંબાણી
બૂકલેટ બનાવાઇ : વિઝન પોરબંદર એટ 2047 માં સ્વસ્થ, સ્વચ્છ ,સુપોષિત, સુશિક્ષિત, સમરસ, સમૃદ્ધ, સુરક્ષિત પોરબંદરના સ્વપ્નને સાકાર કરી પોરબંદર શહેર ને વધુમાં વધુ શ્રેષ્ઠ બનાવવા આઠ અધિકારીઓ સહિતની ટીમ દ્વારા આ બુકલેટ તૈયાર કવામાં આવી છે. ત્યારે આગામી સમયમાં આ કાર્યની વિશેષ ચર્ચાઓ અને ઉમેરવામાં આવતા વિવિધ મુદ્દાને ધ્યાને લેવાશે અને લોકોનો સહયોગ મળે તેવી આશા જિલ્લા કલેકટર અશોક શર્માએ વ્યક્ત કરી હતી.
વિઝન 2047 શું છે : આપને જણાવીએ કે 2021-22ના કેન્દ્રીય બજેટમાં દિલ્હી સરકારે 2047 સુધીમાં દિલ્હીનું નિર્માણ કરવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી હતી. જેમાં માથાદીઠ આવક સિંગાપોર જેટલી હોય અને દરેક વ્યક્તિ, અમીર કે ગરીબ, ઉચ્ચ જીવનધોરણ ધરાવતા હોય. ભારતને 2047 સુધીમાં ભ્રષ્ટાચાર, પ્રદૂષણ, નફરત મુક્ત બનાવવાની કલ્પના કરવામાં આવી છે.ભારત વિશ્વનો સૌથી મોટો આર્થિક દેશ બને. ભારતના લોકોને મફત શિક્ષણ અને આરોગ્ય સુવિધાઓ મળે. મહિલાઓ સુરક્ષિત અનુભવે જેવા અનેક માપદંડો સહિત લોકોમાં આ મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી રહી છે.