મળેલ માહિતી પ્રમાણે સિંહની પ્રજાતિને બચાવવા અને તેમનું જતન અને સંવર્ધન કરવા માટે જૂનાગઢ ગીરના જંગલમાંથી સિંહોને પોરબંદરના બરડા ડુંગરમાં લાવવામાં આવ્યા હતા. જેમાં સરિતા નામની સિંહણે 1લી એપ્રિલે બે બચ્ચાઓને જન્મ આપ્યો હતો. તેને લઈને વનવિભાગ તંત્ર સહિત અનેક લોકોમાં ખુશીની લહેર છવાઈ ગઈ હત, પરંતુ 3જી એપ્રિલે આ બંને બાળકોનું મોત નીપજ્યું છે.
આ અંગે વનવિભાગે જણાવ્યું કે, તાજા જન્મેલા બાળકોને સિંહણ મોઢામાં લઈને ફેરવતી હોય છે. આ બચ્ચાંઓને આ રીતે ફેરવતી વખતે વધુંદબાણ થતા ઈજા થયેલી જોવા મળી હતી. સતત નિરીક્ષણ હેઠળ રાખવા છતા આ કરૂણ ઘટના બની છે. જૂનાગઢના સક્કરબાગમાં આ બંને બાળ સિંહના પોસ્ટમોર્ટમ થતા ગંભીર ઈજાઓ જોવા મળી હતી. જેમાં એક બચ્ચાને છાતીના ભાગમાં અને બીજા બચ્ચાને માથા-મગજના ભાગે ગંભીર ઈજાઓ જોવા મળી છે.