પોરબંદર: જિલ્લામાં બે કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના ગોકરણ ગામના 40 વર્ષિય યુવાન અને પસવારી ગામના 40 વર્ષિય યુવાન કમલેશ વિઠલ દલસાનિયા અને રાજસી ભીખુ ભાટુના કોરોના પોઝિટિવ કેસ જામનગર લેબમાં કરાવવામાં આવ્યા હતા. જ્યાંથી કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.
પોરબંદરમાં કોરોનાના 2 પોઝિટિવ કેસ નોંધાયા, જિલ્લામાં 4 કેસ એક્ટિવ - પોરબંદર કોરોના કેસ
પોરબંદર જિલ્લામાં બે કોરોના પોઝિટિવ કેસ આજે શનિવારે સામે આવ્યા છે. આ યુવાનોની ટ્રાવેલ હિસ્ટ્રિ મુંબઇની હોવાનુ જાણવા મળ્યું છે. આ ઉપરાંત પોરબંદરમાં વધુ બે કોરોના કેસ શંકાસ્પદ આવેલા છે, જેનું કન્ફર્મેશન આવતી કાલે રવિવારે થશે.
આ યુવાનોની ટ્રાવેલ હિસ્ટ્રિ મુંબઇની હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત પોરબંદરમાં વધુ બે કોરોના કેસ શંકાસ્પદ આવેલા છે. જેમાં રાણાવાવની 29 વર્ષની ગર્ભવતી મહિલા તથા પોરબંદરના કડિયા પ્લોટ વિસ્તારમાં રહેતા 39 વર્ષના યુવાનનો રિપોર્ટ કોરોના શંકાસ્પદ જણાયા છે. જેના કન્ફર્મેશન માટે જામનગર ખાતે સ્વોબ રિપોર્ટ આવતી કાલે રવિવારે મોકલવામાં આવશે.
પોરબંદરમાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ કુલ 16 કેસ સામે આવ્યા છે, જેમાં અત્યાર સુધીમાં બેના મોત નિપજ્યા છે અને આજે કુલ 38 સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાં 34 નેગેટિવ અને બે પોઝિટિવ કેસ આવ્યા છે અને બે કેસ શંકાસ્પદ જણાયા છે જેનું કનફર્મેશન આવતી કાલે થશે. પોરબંદર જિલ્લામાં હાલ કુલ 4 કોરોના પોઝિટિવ કેસ એક્ટિવ છે.