આર્ચાયની ધરપકડના વિરોધમાં ઉતર્યો શિક્ષક સંઘ પોરબંદર: પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના મામલતદાર દ્વારા બિલનાથ સીમ શાળા નંબર બે ખંભાળાના આચાર્યને BLOનો આદેશ કરવામાં આવ્યો હતો. પરંતુ પ્રોપર ચેનલ મારફતે આ આદેશ મોકલવાના બદલે માત્ર વોટ્સએપથી સુપરવાઇઝર દ્વારા જાણ કરાતા આચાર્ય હાજર ન રહ્યાં હતાં. આથી મામલતદારની સૂચનાથી આચાર્યની ધરપકડ કરવામાં આવી હતી. આ બનાવને પગલે શિક્ષકોમાં નારાજગી વ્યાપી ગઈ છે અને આ સંદર્ભે પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘ પોરબંદર દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.
શું હતો સમગ્ર મામલોઃ પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકામાં આવેલ શ્રી બીલનાથ સીમ શાળા નંબર 2ના આચાર્ય કાનજીભાઈ ભુવાને મામલતદાર રાણાવાવ તરફથી બિલેશ્વર ખાતે બીએલઓનો આદેશ કરવામાં આવ્યો હતો, પરંતુ આ આદેશ આધિકારીક રીતે મોકલવાનો બદલે સુપરવાઇઝર દ્વારા વોટ્સએપ થી જાણ કરાતા આચાર્ય કાનજીભાઈ ભૂવા હાજર રહ્યાં ન હતા. આ ઉપરાંત શાળાના આચાર્યએ રજૂઆત કરેલી હતી કે, શાળામાં બે શિક્ષકોની ઘટ છે, તેમજ તેમની પાસે આચાર્યનો ચાર્જ પણ છે. આચાર્યએ આ અંગે લેખિત રજૂઆત કરચા જણાવ્યું હતું કે, તેમનું રેવન્યુ વિલેજ ખંભાળા ગામ છે, અને BLO બુથની કામગીરી કરવા આદેશ કરાયો છે, તે રેવન્યુ વિલેજ બિલેશ્વરમાં છે અને બિલેશ્વર ગામ અને તેની પેટા શાળામાં શિક્ષકો ઉપલબ્ધ છે. કાનજીભાઈની રજૂઆત બાદ રાણાવાવના મામલતદાર દ્વારા આચાર્યની ચાલુ શૈક્ષણિક કાર્ય દરમિયાન પોલીસ દ્વારા ધરપકડ કરવામાં હતી અને ગત તારીખ 1 ડિસેમ્બર 2023ના રોજ આચાર્ય કાનજીભાઈને મામલતદાર કચેરી અને ત્યાર બાદ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યાં હતા.
પ્રાથમિક શિક્ષક સંઘમાં આક્રોશ: આ સમગ્ર બનાવને લઈને પ્રાથમિક શિક્ષક સંઘમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. તેમનું કહેવું છે કે, શિક્ષક પ્રત્યેક કામગીરીમાં સહકાર આપતા હોય તેથી આ પ્રકારનું વર્તન શિક્ષક સાથે કરવું યોગ્ય નથી. પ્રાથમિક શિક્ષિક મહા સંઘ પોરબંદર દ્વારા આ અંગે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતી. આ ઉપરાંત ન્યાય નહીં મળે તો કોર્ટના દ્વાર પણ ખખડાવશું તેમજ પ્રાથમિક જિલ્લા શૈક્ષણિક મહાસંઘના અધ્યક્ષ લાખાભાઈ સુંડાવદરાએ જણાવ્યું હતું
આ મામલે શું કહ્યુ કલેક્ટરે: પોરબંદરના જિલ્લા કલેકટર કે.ડી.લાખાણીના જણાવ્યા અનુસાર બીએલનો ઓર્ડર 1 ઓગસ્ટના રોજ કરવામાં આવ્યો હતો, પરંતુ ઓર્ડર મુજબની કામગીરી તેમના દ્વારા કરવામાં આવી નથી આથી તેમને મામલતદાર દ્વારા સૂચના આપવામાં આવતા તથા સુપરવાઇઝર તરફથી પણ સૂચના આપવામાં આવતા હોવા છતાં પણ કોઈ કામગીરી થઈ ન હોવાથી મામલતદારે તેમના પર પગલું ભર્યુ, કલેક્ટરે જણાવ્યું હતું કે, શિક્ષક મહાસંઘ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું તેમાં બીએલઓ પોતે પણ હાજર હતા એમની પણ રજૂઆતો સાંભળેલી છે, પ્રાંત ઓફિસરને આ બાબતે તપાસ કરવા કહ્યું છે, ફરીથી આ પ્રકારની ઘટના ન બને તે માટે તકેદારી રાખવાનું પણ જણાવ્યું . મહત્વપૂર્ણ છે કે, પોરબંદરમાં શિક્ષકોને બીએલઓની કામગીરીમાં જવું પડતું હોય છે, અને અન્ય ખાતાના કર્મચારીઓને પણ આ જવાબદારી સોંપવામા આવે છે.
- સાત વર્ષ પહેલા અકસ્માત સર્જી છ લોકોની જિંદગી છીનવી લેનાર આરોપીને કોર્ટે ફટકારી 10 વર્ષની સજા
- 20 લાખ પરત ન આપતા પોરબંદરના રાજકારણીના નજદીકી વિરુદ્ધ ફરિયાદ અરજી થઇ