આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ 1930માં બ્રિટીશ સરકાર વિરુદ્ધ ગાંધીજી દ્વારા કરવામાં આવેલી દાંડીમાર્ચ સ્વરૂપે છે. આ યાત્રા અઠવાડિયા સુધી ચાલશે. જેને ગાંધી સંદેશ યાત્રા નામ આપવામાં આવ્યું છે. આજે તારીખ 27 સપ્ટેમ્બરથી કીર્તિમંદિરથી નીકળેલ આ ગાંધી સંદેશ યાત્રાનું સમાપન 2 ઓક્ટોબરના રોજ અમદાવાદના સાબરમતી આશ્રમમાં થશે.
પોરબંદરથી સાબરમતી સુધીની કોંગ્રેસની ‘ગાંધી સંદેશ યાત્રા’નો પ્રારંભ
પોરબંદર: ગુજરાત કોંગ્રેસ દ્વારા મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતી અંતર્ગત પોરબંદર અને દાંડીથી અમદાવાદનાં સાબરમતી આશ્રમ માટે યાત્રા નીકળી. જેમાં દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જન્મ સ્થળથી કોંગ્રેસના નેતા અર્જુનભાઈ મોઢવાડિયા અને પરેશ ધાનાણી પ્રસ્થાન કરાવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકર્તાઓ જોડાયા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત ગાંધીજયંતી નિમિત્તે પોરબંદરમાં આજે વહેલી સવારે કોંગ્રેસ કાર્યાલય ખાતે ધ્વજવંદન અને કીર્તિમંદિર ખાતે પ્રાર્થના સભાનું આયોજન પણ કરાયું હતું અને ત્યારબાદ યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું
ગુજરાત વિધાનસભામાં વિપક્ષ નેતા પરેશ ધાનાણી પોરબંદર અને અમદાવાદ વચ્ચે 412 કિલોમીટરની યાત્રાનું નેતૃત્વ કરી રહ્યા છે. તેઓએ જણાવ્યું હતું કે, ગાંધી સંદેશ યાત્રા ગાંધીવાદી વિચારધારાને નષ્ટ કરનાર અને નથુરામ ગોડસેની વિચારધારા જનતા પર હાવી કરવાની ભાવનાને ધ્વસ્ત કરવા માટે આયોજન કરાયું છે. આ યાત્રામાં કોંગ્રેસના સદસ્યો સાંપ્રદાયિક સદભાવ અને સામાજિક એકતાનો સંદેશ ફેલાવવા માટે ઠેર ઠેર ગાંધી સત્સંગ અને ભજન પણ આયોજન કરશે
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત આ ગાંધી સંદેશ યાત્રામાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ જોડાયા છે અને ગાંધીજીના વિચાર પ્રચારના બેનરો સાથે આ યાત્રાનો આજે શુભારંભ થયો હતો.