- પાલિકાના સભ્યો દ્વારા 52 ઠરાવ પસાર કરાયા
- વિરોધ પક્ષના સભ્યો એ ઠરાવનો કર્યો વિરોધ
- એકાદ વર્ષથી બંધ પડેલ ગાંધી સ્મૃતિ ભવન માટે 10 લાખ રૂપિયાનો ખર્ચ નક્કી થયો
પોરબંદર: જિલ્લાના નગરપાલિકાના સભાખંડમાં ગુરુવારે પોરબંદર છાંયા સયુંકત નગરપાલિકાની સામાન્ય સભાની બેઠક મળી હતી,જેમાં શહેરમાં વિકાસ કાર્યના 52 ઠરાવ પસાર કરાયા હતા. બેઠકમાં પસાર કરાયેલા ઠરાવનો વિરોધ પક્ષના સભ્યોને વિરોધ કર્યો હતો.
પોરબંદર જનરલ બોર્ડની મિટિંગમાં 52 ઠરાવ પસાર
પોરબંદર શહેરના વિકાસ માટે મહત્વના 52 ઠરાવ પસાર કરવામાં આવ્યા છે. પોરબંદર નગરપાલિકાના પ્રમુખ અર્જુન કાર્યની અધ્યક્ષ સ્થાને જનરલ બોર્ડની બેઠકનું આયોજન ગુરુવારે નગરપાલિકાના સભા ખંડમાં ખાતે યોજાઇ હતી, જેમાં શહેરના હિન્દુ સ્મશાન ભૂમિ અગ્નિદાનની સુવિધા સહિત તેમાં નિભાવવા સહિત અન્ય સ્ટેશનરી ખર્ચ માટે 50 લાખની જોગવાઇ તથા નગરપાલિકા કોર્ટ કેસ અંગે વકીલ રોકવા અને અન્ય ખર્ચનું બિલ ચૂકવવા 20 લાખ રૂપિયાનો ઠરાવ નક્કી થયો હતો. પાલિકાના બાગ બગીચા ફુવારા ગાર્ડન વિભાગનો માલ સામાન ખરીદવા 50 લાખનો ઠરાવ થયો હતો. આ ઉપરાંત વેરા વસુલાતની કામગીરી માટે 15 લાખ તેમજ વૃદ્ધ પશુને ઉપાડવા માટે પાંચ લાખ તથા જંતુનાશક દવા માટે પાંચ લાખ રૂપિયા તથા એકાદ વર્ષથી બંધ પડેલ ગાંધી સ્મૃતિ ભવન માટે 10 લાખ રૂપિયાનો ખર્ચ નક્કી થયો છે આ ઉપરાંત અનેક ઠરાવ પસાર કરવામાં આવ્યા છે.