- નવા વર્ષની શરૂઆતમાં 2 ગેરકાયદેસર હથિયારો આરોપી ઝડપાયા
- ગેરકાનૂની હથિયાર શોધી કાઢવા માટે પોલીસે પેટ્રોલિંગ હાથ ધરાયું હતું
- માહિતીના આધારે પોલીસને ગેરકાયદેસર હથિયાર ધારા ભંગના 2 કેસો મળ્યા
પોરબંદરઃ જિલ્લામાં ગેરકાનૂની હથિયાર શોધી કાઢવા માટે જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનિન્દરસિંહ પવાર સાહેબ તથા પોરબંદરના પોલીસ અધિક્ષક ડૉ. રવિ મોહન સૈની દ્વારા આપેલી સુચના અન્વયે LCB PSI એન.એમ.ગઢવી તથા એલ.સી.બી. પો.સ્ટાફના માણસો સાથે ખાનગી વાહનમાં પેટ્રોલિંગમા હતા. તે દરમિયાન મળેલા માહિતીના આધારે ગેરકાયદેસર હથિયાર ધારા ભંગના 2 કેસ શોધી કાઢવામા સફળતા મળી હતી અને કમલાબાગ તથા કુતિયાણા પોલીસ સ્ટેશનમા બંને ગુના રજીસ્ટર કરાવ્યા હતા.
કુતિયાણામાં દેશી પિસ્તોલ મળી આવી
જેમાં પ્રથમ ગુનામાં
આરોપી (1) દિપક નાથાભાઇ ઓડેદરા નહી પકડાયેલા (2) રાજશી માલદે ઓડેદરા, આરોપી દીપકે ગેરકાયદેશર આધાર પરવાના વગર પોતાના કબ્જામાં દેશી હાથ બનાવટની પીસ્તોલ મેગેજીન સાથે કિમત રૂપિયા 25,000/-ની રાખી જાહેરમાંથી મળી આવી હતી. પીસ્તોલ આરોપી રાજસીને સાચવવા આપી જઇ એકબીજાને મદદગારી કરી ગુનો કર્યો હતો.