ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદર જિલ્લાના શ્રીનગર ગામની એક એવી જર્જરિત શાળા જ્યાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા મજબુર

પોરબંદર:હાલ શિક્ષણ વિભાગ દ્વારા અનેકો કાર્યક્રમો થઈ રહ્યા છે અને શ્રેષ્ઠ શાળા બનાવવાના નવતર પ્રયાસ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. પરંતુ પોરબંદર જિલ્લાના શ્રીનગર ગામની પ્રાથમિકશાળાની હાલત જોઈને આપ પણ કહેશો કે ખરેખર આ શાળામાં રિપેરિંગ કરવું જરૂરી છે.

જર્જરિત શાળા જ્યાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા મજબુર

By

Published : Aug 3, 2019, 4:11 AM IST

પોરબંદર જિલ્લાના શ્રીનગર ગામમાં આવેલી પ્રાથમિક શાળા કે જેમાં ધોરણ એક થી આઠમાં કુલ ૧૫૭ બાળકો અભ્યાસ કરી રહ્યા છે. આ શાળામાં કુલ ૯ ધોરણો આવેલા છે,પરંતુ તેમાંથી પાંચ વર્ગોની હાલત એટલી હદે જર્જરિત બની છે કે, વિદ્યાર્થીઓ ભણતા હોય ત્યારે ઉપરથી પોપડા પડે છે. સદનસીબે હાલ કોઈ વિદ્યાર્થી ઉપરના માથા પર પોપડું નથી પડ્યું પરંતુ વિદ્યાર્થીઓ પર હાલ તો જીવનું જોખમ જ કહી શકાય તો વરસાદની ઋતુ હોય જેમાં બાળકોને જે વર્તમાન ભણવામાં આવે છે તે વર્ગોમાં પણ ઉપરથી પાણી ટપકે છે.

જર્જરિત શાળા જ્યાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા મજબુર

બાળકોના વાલીઓએ જણાવ્યું હતું કે, શ્રી નગર પ્રાથમિક શાળાના પાંચ વર્ગો જર્જરિત હોવાના અનેકવાર મૌખિક તેમજ લેખિત રજૂઆત કરી છે. આ ઉપરાંત છેલ્લા બે વર્ષથી શિક્ષણ વિભાગમાં પણ રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ નિરાકરણ નથી આવ્યું. આથી તમામ ગામલોકોએ આ શાળાએ એકત્રિત થઈ ગયા હતા અને શાળામાં તાળાબંધી કરવાના હતા પરંતુ તે સમયે પોલીસ કાફલો આવી પોતાના તાળાબંધી ન કરાઇ.ત્યારે શાળામાં ભણતા બાળકોએ પણ શ્રી નગર પ્રાથમિક શાળા વહેલી તકે રીપેરીંગ કરાવવાની માંગ મીડિયાના માધ્યમથી સરકાર સમક્ષ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details