પોરબંદરમાં અનેક શાળાઓમાં સમય બદલતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા છે. ફરીથી શાળાનો સમય સવારનો કરી આપવાની માંગ કરી છે. પોરબંદરના છાયા વિસ્તારમાં આવેલી કે બી જોષી વિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ મોટી સંખ્યામાં શિક્ષણ અધિકારીની કચેરીનો ઘેરાવ કર્યો હતો અને હોબાળો મચાવ્યો હતો અને તાત્કાલિક સમય બદલાવ કરવાની માંગ કરી હતી.
શાળામાં સમય બદલવાને લઇ પોરબંદર જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીનો વિદ્યાર્થીઓએ કર્યો ઘેરાવો - gujarat news
પોરબંદરઃ શહેરમાં શાળાનો સમય વહેલી સવારનો હતો જે બદલી શાળાના સંચાલકો દ્વારા બપોરનો કરી દેવામાં આવતા અનેક વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આ બાબતે શિક્ષણ અધિકારીને અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ નક્કર નિરાકરણ ન આવતા પોરબંદરની કે વી જોશી સ્કૂલની વિદ્યાર્થીનીઓએ એન.એસ.યુ.આઈને સાથે રાખી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીનો ઘેરાવ કરી હોબાળો મચાવ્યો હતો.
સ્પોટ ફોટો
ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીઓને ગૃહકાર્ય કરવામાં અનેક મુશ્કેલી પડતી હોય અને સવારનો સમય અનુકૂળ આવતો હોવાથી તમામ વિદ્યાર્થીઓએ સવારનો સમય કરવા ઉગ્ર માંગ કરી હતી. જ્યારે જિલ્લા શિક્ષણ અધિકારી કે વી મીયાણીએ જણાવ્યું હતું કે પોરબંદરની અનેક શાળાઓમાંથી વિદ્યાર્થીઓએ આ બાબતે રજૂઆત કરી છે અને આ અંગે અમે ટ્રસ્ટીઓને જાણ કરવાની કાર્યવાહી પણ કરી છે. સોમવારથી શાળાનો સમય બદલવા અંગેની કાર્યવાહી કરવા પણ ટ્રસ્ટીઓને જાણ કરી છે.
Last Updated : Jul 12, 2019, 2:34 AM IST