ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરના છાયા વિસ્તારમાંથી ઝડપાયુ કુટણખાનું

પોરબંદરઃ શહેરના છાયા વિસ્તારમાં આવેલા ક્રિષ્નાપાર્ક સોસાયટીમાં એક રહેણાક મકાનમાં ચાલતુ કુટણખાનું ઝડપાયુ હતુ, જેમાં પોલીસે કુટણખાનાની સંચાલિકા ઉપરાંત અન્ય 1 યુવતી અન્ય 3 શખ્સોની ધરપકડ કરી હોવાનુ પોલીસ ચોપડે નોંધાયું છે. આ કુટણખાનું ઘણા સમયથી ચાલતુ હોવાની સ્થાનિકોમાં ચર્ચા ચાલી રહી છે. પોરબંદર પંથકમાં ઘણા સમય બાદ આટલુ મોટુ રેકેટ બહાર આવ્યુ છે ,જેના પગલે શહેરભરમાં ચકચાર મચી ગઈ હતી.

પોરબંદરના છાયા વિસ્તારમાંથી  ઝડપાયુ  કુટણખાનું

By

Published : Jul 13, 2019, 1:38 PM IST

પોરબંદરના છાયામાં આવેલ ક્રિષ્નાપાર્કમાં રહેતી સંચાલિકા મહિલા પોતાના રહેણાક મકાનમાં યુવતીને બોલાવી અને દેહવિક્રયનો ધંધો ચલાવતી હોવાની માહિતી પોરબંદરના સીટી DYSP જે સી કોઠીયાને મળી હતી. ગઈ કાલે રાત્રે 2 પોલીસ કોન્સ્ટેબલ ગીરીશ રાજાભાઈ તથા ગીગા બાબુભાઈને ડમી ગ્રાહક તરીકે મોકલ્યા હતા, જ્યાં હાજર રહેલી યુવતીએ દેહવિક્રય માટે 2 હજાર રૂપિયાનો સ્વીકાર કરી લેતા પોલીસે તુરંત ત્યાં પહોંચીને 1 યુવતી અન્ય 3 યુવકોની ધરપકડ કરી હતી.

આથી પોલીસે પૂછપરછ કરતા તેઓએ એવી કબુલાત આપી હતી કે પોતે છેલ્લા 3 વર્ષથી પોતાના આર્થિક ફાયદા માટે બહારથી સ્ત્રીઓ બોલાવી અને પુરુષ ગ્રાહકો પાસે દેહવિક્રયનો ધંધો કરાવી અને પોતાના મકાનનો કુટણખાના તરીકે ઉપયોગ કરે છે તેવું જણાવ્યું હતું.

પોલીસે તમામની ધરપકડ કરી 9 મોબાઈલ,3 બાઈક,3030ની રોકડ રકમ મળી કુલ 1,01,030નો મુદામાલ કબજે કર્યો હતો અને તમામની વધુ પુછપરછ હાથ ધરી છે.અહી ઘણા સમયથી વોટ્સઅપ મારફત આ રેકેટ ચાલતુ હોવાનુ પણ પોલીસની તપાસમાં બહાર આવ્યું છે, જેમાં ગ્રાહકો સંચાલિકાને વોટ્સઅપ પર મેસેજ કરતા મહિલા દ્વારા તેને અલગ અલગ યુવતીઓના ફોટા અને ભાવ વોટ્સઅપ મારફત મોકલતી હોવાનુ સામે આવ્યુ હતુ અને દરેક ગ્રાહક પાસેથી 1000 થી 1500 રૂપિયા લેવામાં આવતા હોવાનું પણ સામે આવ્યું છે.

પોલીસે અહીથી કલકતાની એક લલનાને પણ ઝડપી લીધી હતી, જેને સાક્ષી તરીકે રાખી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોરબંદર પંથકમાં ઘણા સમય બાદ આટલું મોટું રેકેટ બહાર આવ્યું છે જેના પગલે શહેરભરમાં ચકચાર મચી ગઈ છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details