પોરબંદરઃ પોરબંદર પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની દ્રારા જિલ્લામા દારૂ/જુગારની ગેરકાયદેસર પ્રવૃતી નાબુદ કરવા ખાસ સૂચના આપવામાં આવી છે. ત્યારે LCB PI એમ.એન.દવે તથા LCB સ્ટાફના માણસો LCB ઓફીસ હાજર હતા. આ દરમિયાન pc દિલિપભાઈને મળેલી ચોક્કસ બાતમી આધારે પોરબંદર છાયા વિસ્તારના જડેશ્વર સોસાયટીમાં રેડ પાડવામાં આવી હતી.
પ્રતાપ રાજશીભાઇ ઓડેદરાએ પોતાના રહેણાંક મકાનમાં બહારથી માણસોને બોલાવી પોતાના અગંત ફાયદા માટે હારજીતનો જુગાર રમાડી જુગારનો અખાડો ચલાવે છે. પોલીસે બાતમીતના આધારે દરોડા પાડતા 7 પતા પ્રેમીઓ ઝડપાયા હતા.
પકડાયેલા જુગારીઓના નામ
- પ્રતાપ રાજશીભાઇ ઓડેદરા ઉ.વ-30, રહે, છાંયા, જડેશ્વર સોસાયટી, પોરબંદર
- રાજુ વેજાભાઇ મોઢવાડીયા ઉ.વ.37 રહે. ક્રિષ્નાપાર્ક , પોરબંદર
- સરમણ ઓઘડભાઈ ભૂતિયા ઉ.વ-35, રહે, છાંયા, જડેશ્વર સોસાયટી, પોરબંદર
- અરજણ જેઠાભાઇ પરમાર ઉ.વ-43, રહે. છાંયા,જડેશ્વર સોસાયટી,પોરબંદર
- હરીશ મુળજીભાઈ રૂઘાણી ઉ.વ.52, રહે. છાંયા, રઘુવંશી સોસાયટી, પોરબંદર.
- પરેશ બચુભાઈ જતી ઉ.વ.48, રહે. છાંયા, ક્રિષ્નાપાર્ક, પોરબંદર
- અરજન ભીમાભાઇ આગઠ ઉ.વ.40, રહે. છાંયા, હનુમાન મંદિર પાસે, પોરબંદર
દરોડા દરમિયાન રોકડા રૂપિયા 30, 550/-નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. સાથે 7 શખ્સો સામે કમલાબાગ પોલીસ સ્ટેશનમા ગુનો રજીસ્ટર કરાયો છે.