ગુજરાત

gujarat

ETV Bharat / state

માધવપુરમાં રુક્ષમણી વિવાહની ઉજવણી, રાજ્યપાલ સહિત ગ્રામલોકો બન્યા મંત્રમુગ્ધ - government

પોરબંદરઃ જિલ્લાના માધવપુરમાં દર વર્ષે ચૈત્ર માસમાં યોજાતા રુક્ષ્મણી વિવાહ પ્રસંગે મેળાનું આયોજન થાય છે. રુક્ષમણી વિવાહ જોવા અને મેળાની મજા માણવા ખુબ મોટી સંખ્યામાં લોકો ઉમટે છે. રાજ્ય પ્રવાસન વિભાગ દ્વારા ગત વર્ષથી આ મેળાને આધુનિક બનાવવામાં આવ્યો છે. શ્રીકૃષ્ણ અને રુક્ષમણીના વિવાહ પ્રસંગનો ઇતિહાસ રજુ કરતા કાર્યક્રમથી મેળામાં ઉપસ્થિત રાજ્યપાલ ઓ.પી.કોહલી અને ઉપસ્થિત લોકો મંત્રમુગ્ધ બન્યા હતા.

સ્પોટ ફોટો

By

Published : Apr 17, 2019, 10:15 AM IST

ચૈત્ર માસમાં યોજાતા માધવપુરના મેળામાં રાજ્યના પ્રવાસન વિભાગ તરફથી પાંચ દિવસ સુધી ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રીકૃષ્ણને રુક્ષ્મણીના વિવાહ પ્રસંગ સહિત કૃષ્ણની સુદામા સાથેની મૈત્રી પણ નાટિકા સ્વરૂપે રજૂ કરવામાં આવી હતી, જેમાં ઉત્તર પૂર્વના કલાકારો સાથે મળી ગુજરાતી કલાકારોએ પણ આબેહૂબ કૃષ્ણ લીલા ભજવી હતી.

માધવપુરમાં રુક્ષ્મણી વિવાહની ઉજવણી

આ પ્રસંગે ગુજરાત રાજ્યના રાજ્યપાલ ઓ.પી.કોહલી માધવપુરમાં ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલ ઓ.પી કોહલી સાંજે 7:30 વાગ્યે માધવપુરમાં આવ્યા હતા અને માધવરાયના નિજમંદિરે માધવરાયના દર્શન કરી ત્યારબાદ મેળામાં આવ્યા હતા જ્યાં દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મુક્યો હતો.

શ્રી કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહ પ્રસંગનો સંપૂર્ણ ઇતિહાસ આબેહૂબ કલાકારોએ સ્ટેજ ઉપર નાટ્યકળા કરી રાજ્યપાલ સહિત તમામ લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. શ્રીકૃષ્ણ અને શખા સુદામાનું પણ દ્વારિકા મિલનનો પ્રસંગ રજૂ કરતા તમામ લોકોએ આબેહૂબ કૃષ્ણ લીલાનું જીવન ચરિત્રનું દ્રશ્ય જોયુ હતું અને સૌ કોઈ કૃષ્ણ ભક્તિમાં લીન થઈ ગયા હતા.

માધવપુરના મેળામાં દર વર્ષે દેશવિદેશથી મોટી સંખ્યામાં લોકો આવે છે ત્યારે માધવપુરનો રમણીય દરિયા કિનારો અહીં આવતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. જ્યારે માધવરાયના નિજમંદિર ઉપરાંત રૂક્ષ્મણીના મધુ મંદિર સહિત અહીં ઓશો રજનીશ આશ્રમ પણ આવેલો છે જેની મુલાકાતે પણ ઠેર ઠેરથી લોકો આવે છે. માધવપુરની ભૂમિમાં આધ્યાત્મિક વાઇબ્રેશન હોવાના લીધે આ ભૂમિ પર શ્રીકૃષ્ણ અને રુક્ષ્મણીના વિવાહ પ્રસંગે અહીં આવતા તમામ લોકો આધ્યાત્મિકમય બની કૃષ્ણ ભક્તિમાં તલ્લીન થઈ જાય છે.

મહ્તવનું છે કે વર્ષમાં એકવાર યોજાતા આ મેળા અને રુક્ષમણી વિવાહની લોકો રાહ જોઈને બેઠા હોય છે. દર્શનાર્થીઓનું કહેવું છે કે અહીં દર્શને આવતા તમામ લોકો કાર્યક્રમ સમયે બહારની દુનિયા ભુલી કાર્યક્રમમાં મંત્રમુગ્ધ થઈ જાય છે. સ્થાનિક લોકો માટે તો જાણે કોઈ તહેવાર આવ્યો હોય તેમ ઉત્સાહથી કાર્યક્રમમાં જોડાય છે.

ABOUT THE AUTHOR

...view details