ગુજરાત

gujarat

ETV Bharat / state

દ્વારકાના દરિયામાં લાપતા માછીમારને શોધવા રેસ્ક્યુ હાથ ધરાયુ - nimesh gondaliya

પોરબંદરઃ દ્વારકામાં જય હર્ષદ નામની બોટના લાપતા માછીમાર અજયને શોધવા કોસ્ટ ગાર્ડ દ્વારા રેસ્ક્યુ  હાથ ધરાયુ. જેમાં તારીખ 5 જૂન ના રોજ દ્વારકામાં  વેરાવળની જય હર્ષદ નામની બોટ દરિયામાં 5 માછીમારો માછીમારી કરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક અન્ય બોટ નજીક આવતી જોઈને અથડાવવાના ડરથી માછીમારોએ દરીયામાં કૂદકો માર્યો. જેમાંથી ચારને અન્ય માછીમારોએ બચાવી લેવામાં સફળ રહ્યા હતા. તેમજ એક લાપતા માછીમારને શોધવા રેસ્ક્યુ હાથ ધરાયુ છે.

PBR

By

Published : Jun 8, 2019, 2:59 AM IST

જ્યારે કોડીનારના અજય રામજી અંજાણી નામનો એક માછીમાર લાપતા બન્યો છે. જેને શોધવા માટે કોસ્ટ ગાર્ડની મદદ લેવામાં આવી. કોસ્ટ ગાર્ડ દ્વારા દરિયામાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયુ. જેમાં લાપતા માછીમારને શોધવા કોસ્ટ ગાર્ડ દ્વારા " ડોનિયર" હેલીકૉપટર અને "આરુષ" શિપની મદદ લઈ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે ત્યારે માછીમારો લાપતા માછીમાર અજય સહીસલામત પરત આવી જાય તેવી આશ લગાવી બેઠા છે.

ABOUT THE AUTHOR

...view details