રાણાવાવ પાલિકા પાસે ફાયર સેફ્ટીની પૂરતી સુવિધાનો અભાવ - porbandar
રાણાવાવઃ સુરત શહેરમાં બનેલી આગની ઘટનાથી તંત્ર સફાળુ જાગ્યું છે. ઠેર-ઠેર ચેકીંગ હાથ ધરવમાં આવ્યું છે. પ્રાઇવેટ સ્કૂલો અને ટ્યુશન ક્લાસીસ અને હોસ્પિટલોમાં નોટિસો આપવામાં આવી છે. જેના પગલે રાણાવાવમાં તાત્કાલિક તંત્ર દ્વારા કડક અમલ વારી થઇ રહી છે. ફાયર સેફટીનો અભાવ હોય તેવા ટ્યુશન ક્લાસીસમાં તાળા મારવામાં આવ્યા હતા.પરંતુ રાણાવાવ નગર પાલિકાના અધિકારીને પૂછતાં તેમણે કહ્યુ હતું કે, પાલિકા પાસે ફાયર સેફટીના પૂરતા સાધનોનો જ અભાવ છે.
રાણાવાવ પાલિકા પાસે ફાયર સેફટીના પુરતા સાધનનો અભાવ
ત્યારે અનેક સ્થળોએ ચેકીંગ કરી નોટિસ ફટકારતી રાણાવાવ નગરપાલિકા પાસે જ જો ફાયર સેફટીના સાધનોને લઈ પ્રશ્ન પુછવામાં આવ્યા હતા. રાણાવાવમાં કોઈ મોટી આગની દુર્ઘટના સર્જાય ત્યારે શું ? કલાકો સુધી ફાયર બ્રિગેડની રાહ જોવાની ? આ અંગે રાણાવાવ નગર પાલિકાના ચીફ ઓફિસર એમ .બી .બારોટે જણાવ્યું કે, બેઠકમાં આ અંગે રજૂઆત કરવામાં આવશે અને ફાયર સેફટીના નવા સાધન વિકસાવવા માટે રજૂઆત કરવામાં આવશે. પરંતુ ત્યાં સુધી કોઈ મોટી આગની ઘટના બને તો પબ્લિક નું શું ? એ પ્રશ્ન ઉભો થાય છે.