ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરમાં ઉજાલા લેમ્પથી છવાયા અંધારા ! ઉજાલા હાય હાયના નારા લાગ્યા

પોરબંદર: ગુજરાત સરકાર દ્વારા ઉજાલા યોજના અંતર્ગત લોકોને ઘરમાં રોશની છવાઈ જાય તે હેતુથી ઉજાલા લેમ્પ આપવામાં આવ્યા હતાં. જે PGVCL કચેરીથી આપવામાં આવ્યા હતા અને તેનું લાઈટ બિલમાંથી કપાઈ જશે તેમ કહેવામાં આવ્યું હતું. આ ઉપરાંત જો લેમ્પ ખરાબ થાય તો ફરીથી બદલવાનું કહેવામાં આવ્યું હતું તેમ લોકો એ જણાવ્યું હતું. પરંતુ, હાલ PGVCL કચેરીમાં લોકો ધક્કા ખાઈ રહ્યા છે. પરંતુ, લેમ્પ ન બદલતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

પોરબંદરમાં ઉજાલા લેમ્પથી છવાયા અંધારા ! ઉજાલા હાય હાયના નારા લાગ્યા

By

Published : Sep 24, 2019, 5:41 PM IST

પોરબંદરમાં દૂરથી આવતા ગામડાના લોકો PGVCL કચેરીએ જ્યારે પણ લેમ્પ બદલવા જાય છે, ત્યારે તેઓને કોઈ જવાબ આપવામાં આવતો નથી અને કોન્ટ્રાક્ટ પર યોજના આધારિત હતી જે કોન્ટ્રાકટ હોય એને મળવાનું કહેવામાં આવે છે. આમ, ઉજાલા યોજના નિષ્ફળ નીવડી હોય તેવું લોકોએ જણાવ્યું હતું અને ઉજાલા હાય-હાયના નારા લગાવ્યા હતાં. ઉજાલા યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોય તેવું પણ લોકોએ જણાવ્યું હતું.

પોરબંદરમાં ઉજાલા લેમ્પથી છવાયા અંધારા ! ઉજાલા હાય હાયના નારા લાગ્યા

આ ઉપરાંત લોકોએ વિનંતી કરી હતી કે મીટર ચેક કરતી વખતે આવતા લોકોને તેજ સમયે લેમ્પ બદલવામાં આવે તો લોકોએ ધક્કા ખાવા નહિ અને ટિકિટ ભાડા ખરચવા નહીં આમ, લેમ્પ બદલવા બાબતે સરકારે યોગ્ય રસ્તો લઇ આવવા લોકોએ વિનંતી કરી હતી.

ABOUT THE AUTHOR

...view details