ગુજરાત

gujarat

ETV Bharat / state

બાઈક પર જતી મહિલાને પ્રસવ પીડા થતા ચૌટા ચેકપોસ્ટ પર એમ્બ્યુલન્સ બોલાવી તંત્રની સંવેદનશીલ કામગીરી

પોરબંદર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કોરોના વાઇરસ સામે જાગૃતિ સલામતીની સાથે સાથે સંવેદનશીલ સેવાકીય કામગીરી પણ હાથ ધરવામાં આવે છે. રાજ્ય સરકારના સારવાર - સુશ્રુષાના સંવેદનશીલ અભિગમની પ્રતીતિ તાજેતરમાં પોરબંદર ચૌટા ચેકપોસ્ટ પર શ્રમિક વર્ગની પ્રેગનન્ટ મહિલાના પરિવારજનોને થઇ હતી.

pregnant got help from check post doctor
મહિલાને પ્રસવ પીડા થતા ચૌટા ચેકપોસ્ટ પર એમ્બ્યુલન્સ બોલાવી તંત્રની સંવેદનશીલ કામગીરી

By

Published : May 28, 2020, 7:19 PM IST

પોરબંદરઃ પોરબંદર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કોરોના વાઇરસ સામે જાગૃતિ સલામતીની સાથે સાથે સંવેદનશીલ સેવાકીય કામગીરી પણ હાથ ધરવામાં આવે છે. રાજ્ય સરકારના સારવાર - સુશ્રુષાના સંવેદનશીલ અભિગમની પ્રતીતિ તાજેતરમાં પોરબંદર ચૌટા ચેકપોસ્ટ પર શ્રમિક વર્ગની પ્રેગનન્ટ મહિલાના પરિવારજનોને થઇ હતી.


ચૌટા ચેકપોસ્ટ પર ફરજ બજાવતા આરોગ્ય વિભાગ ડો.વિક્રમજીત પાશ્વને આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, થોડા દિવસ પહેલા ચૌટા ચેકપોસ્ટ પર બહારથી આવેલા વાહનોનું સ્ક્રિનીંગ ચાલી રહ્યું હતું ત્યારે પરિવારજન દ્વારા એક પ્રેગનન્ટ મહિલાને બાઇક પર બેસાડી કુતિયાણા તરફ લઇ જવામાં આવી રહી હતી. આ એન્ટ્રી પોઇન્ટ પરથી પસાર થતા માણાવદરમાં રહેતી આ મહિલાને સાત માસની પ્રેગ્નેંસી હોવાથી અચાનક અસહ્ય દુ:ખાવો થતા ફરજ પરના ડોકટર અને સ્ટાફે જરા પણ વિલંબ કર્યા વગર તાત્કાલિક આરોગ્ય વિભાગની એમ્બ્યુલન્સ બોલાવી હાઇ રિસ્ક સગર્ભા બહેનની પ્રાથમિક સારવાર કરી હતી.

પોરબંદરની આશા હોસ્પિટલ ખાતે મોકલવામાં કરવામાં આવ્યા હતા. કુતિયાણા મામલતદાર અને તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા અને સમગ્ર ટીમ દ્વારા સગર્ભા માતાના સ્વાસ્થ્યની સંભાળ સાથે માનવતા મહેકાવવામાં આવી હતી. માત્ર 10-15 મીનિટમાં જ સારવાર માટે વાહન તેમજ મહિલા પાસે દવાની ફાઇલ હોવાથી તેના આધારે જ્યાં દાખલ કરવાના હતા ત્યાં પણ સંપર્ક કરી જરૂરી ટેલી મેડિસીન કાઉન્સેલીંગ કર્યું હતું. આ મહિલાના પરિવારજનોએ રાજ્ય સરકાર અને જિલ્લા તંત્રનો સંવેદના દાખવવા બદલ આભાર માન્યો હતો.

ABOUT THE AUTHOR

...view details