ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરના ઇન્દિરાનગર-બિરલા અને રોકડીયા હનુમાન-બોખીરા હાઇ-વે બિસ્માર હાલતમાં

પોરબંદર એ મહાત્મા ગાંધી અને સુદામાનું શહેર છે ત્યારે અહીં પ્રવાસીઓની અવરજવર થતી રહે છે. પ્રવાસીઓના પ્રવેશ દ્વાર એવો પોરબંદરનો હાઈ-વે કેટલાક સમયથી બિસ્માર હાલતમાં છે, ત્યારે કોંગ્રેસના મહામંત્રી લાખણશી ગોરાણીયાએ હાઈ-વે ઓથોરિટીને આ વિશે લેખીતમાં રજૂઆત કરવામાં આવી છે.

પોરબંદર
પોરબંદર

By

Published : Jun 11, 2021, 4:16 PM IST

  • ચોમાસા પહેલાં રસ્તો રિપેર કરવા પોરબંદર કોંગ્રેસના મહામંત્રી લાખણશી ગોરાણીયાની રજુઆત
  • ખાડાને કારણે અનેક વાર વાહન અકસ્માત સર્જાય ચૂક્યા છે
  • નેશનલ હાઇવે વિભાગને લેખિતમાં કરાઈ રજુઆત

પોરબંદર: સોમનાથથી પોરબંદર આવતા ટુરિસ્ટ અથવા દ્વારકાથી પોરબંદર આવતા ટુરિસ્ટ શહેરની અંદર પ્રવેશ કરે તે બંને તરફના પ્રવેશદ્વાર સમાન રસ્તા એટલે કે રોકડીયા હનુમાનથી બોખીરા સુધી અને ઇન્દિરાનગરથી બિરલા ફેકટરી સુધીનો રસ્તો ખૂબ જ બિસ્માર હાલતમાં છે.

આ પણ વાંચો:વડોદરામાં 10 મહિના પૂર્વે બનેલો રોડ બિસ્માર હાલતમાં, કાર ખાડામાં પડતા એક માસનું બાળક મુશ્કેલીમાં મુકાયું

ખરાબ સસ્તાઓને કારણે સર્જાઈ રહ્યા છે અકસ્માત

દર વર્ષે ચોમાસામાં વરસાદ પડે એટલે આ રસ્તામાં ખૂબ મોટા ખાડા પડતા હોવાથી અનેક વાહન અકસ્માત થાય છે અથવા તો વાહનોમાં નુકસાની થવાના બનાવ બને છે, જેના કારણે અનેક લોકો મુશ્કેલીમાં મુકાઈ છે અને ક્યારેક તો આ રસ્તો પાણી ભરાવાના કારણે થોડા સમય માટે બંધ પણ કરવો પડે તેવી સ્થિતિનું નિર્માણ દર વર્ષે થાય છે.

આ પણ વાંચો:ડાકોર-કપડવંજ રોડની હાલત બિસ્માર, વહેલીતકે સમારકામની લોકમાંગ

હાઇવે તાત્કાલિક રિપેર કરવા કરાઈ રજૂઆત

આથી આ બાબતનું પુનરાવર્તન ન થાય અને ચોમાસા પહેલાં પૂર્વ તૈયારી રૂપે શહેરની આ બંને તરફનો હાઇવે તાત્કાલિક અસરથી રિપેર કરવા પોરબંદર શહેર કોંગ્રેસના મહામંત્રી લાખણશી ગોરાણીયાએ નેશનલ હાઇવે વિભાગને લેખિતમાં રજુઆત કરી છે.

ABOUT THE AUTHOR

...view details