પોરબંદર કલેકટર કચેરી ખાતે પોરબંદરના કલેકટર એમ.એચ પંડ્યા દ્વારા તાત્કાલિક મીટીંગ બોલાવી હતી, જેમાં જિલ્લા પોલીસ વડા અધિકારી પાર્થરાજસિંહ ગોહિલ નગરપાલિકાના ચીફ ઓફિસર આર.જે હુદડ અને પીજીવીસીએલના અધિકારીઓ તથા કાર્યપાલક ઇજનેરો સહિતના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, આ મિટિંગમાં જિલ્લા કલેકટરે સુરતની આગની ઘટના બાદ આવી ઘટના ફરી ક્યાંય ન બને તે અંગે તકેદારીના પગલે પ્રાઇવેટ હોસ્પિટલ, પ્રાઇવેટ સ્કૂલો, પ્રાઇવેટ ટ્યુશન ક્લાસીસનું લીસ્ટ બનાવ્યું છે.
જેમાં બહુમાળી બિલ્ડિંગમાં આવેલ હોય તેની તપાસ હાથ ધરવામાં આવશે અને બેદરકારી દાખવનાર લોકો પર કડક પગલાં ભરવામાં આવે અને ત્રણ દિવસની અંદર તપાસ કરી ત્રણ દિવસમાં ફાયરસેફ્ટી સહિતના સાધનો વસાવી લેવાની નોટિસ પાઠવવામાં આવે તેવો આદેશ કર્યો હતો આ મિટિંગમાં ચીફ ઓફિસર એ જણાવ્યું હતું, કે પોરબંદર શહેર અને જિલ્લા ભરમાં આવેલા બહુમાળી બિલ્ડિંગોમાં પ્રાઇવેટ હોસ્પિટલ 500 ચાલતા હોય તો સોશિયલ મીડિયા મારફતે અમને માહિતી મળી છે.