પોરબંદરમાં LCBની ટીમે જાહેરમાં જુગાર રમતા ઈસમોની કરી ધરપકડ
પોરબંદરઃ પોરબંદરમાં LCB સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન HC અમિત અગ્રાવતને મળેલી ચોક્કસ માહિતીના આધારે પોરબંદર કડીયા પ્લોટ શેરી નં-8 ખાડી કાંઠેથી જાહેરમાં જુગાર રમતા શખ્સોને ઝડપી પાડયા હતા.
પોરબંદર પોલીસ અધિક્ષક ડો.પાર્થરાજસિંહ ગોહીલની સુચના તથા LCB PI પી.ડી.દરજી તથા PSI એચ.એન.ચુડાસામાના માર્ગદર્શન હઠેળ એલ.સી.બી.સ્ટાફ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન HC અમિત અગ્રાવતને મળેલી ચોક્કસ હકીકત આધારે પોરબંદર કડીયા પ્લોટ શેરી નં-૮ ખાડી કાંઠે થી (૧) રાજુ ઉર્ફે ભાવનગરી સામતભાઇ બાપોદરા રહે.કડીયા પ્લોટ શેરી નં-૮ પોરબંદર (ર) વિજય પ્રવિણભાઇ મરદનીયા રહે.કડીયા પ્લોટ શેરી નં-૯ પોરબંદર (૩) પ્રકાશ ઉર્ફે પકો દેવશીભાઇ શીંગરખીયા રહે.કડીયા પ્લોટ શેરી નં-ર પોરબંદર (૪) રસીક ખીમાભાઇ રાઠોડ રહે.કડીયા પ્લોટ હાઉસીંગ બોર્ડ કોલોની પોરબંદર વાળાઓને જાહેરમાં જુગાર રમતા ગંજીપતાના પાના નંગ-૫૨ તથા મોબાઇલ ફોન નંગ-૪ કિ.રૂ.૭૦૦૦/- તથા રોકડ રૂા.૧૦,૦૩૦/- મળી કુલ રૂ.૧૭,૦૩૦/-મુદામાલ સાથે પકડી પાડી તમામ આરોપીઓ વિરૂધ્ધ કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા મુજબ ગુનો દાખલ કર્યો હતો.