રાજ્યમાં દારૂ-જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિને અંકુશમાં લેવા માટે જૂનાગઢ રેન્જ DIG મનીંદર પ્રતાપસિંહ પવાર સાહેબના માર્ગદર્શન હેઠળ પોરબંદરમાં વિવિધ વિસ્તારોમાં દારૂના વકરતા વેપલાઓ પર તવાઈ ચાલવવામાં આવી હતી. જેમાં બરડા ડુંગર વિસ્તારની અલગ-અલગ જગ્યાએથી ગેરકાયદેસર દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
પોરબંદર પોલીસે ગેરકાયદેસર દારૂના વેપલાઓ પર તવાઈ ચલાવી
પોરબંદરમાં ગેરકાયદેસર દારૂની હેરાફેરીને અટકાવવા માટે પોરબંદર પોલીસે દારૂના અડ્ડાઓ પર તવાઈ ચલાવી હતી. જેના પગલે બરડા ડુંગરમાં પેટ્રોલીંગ કરીને વિવિધ વિસ્તારમાંથી ગેરકાયદેસર દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. તેમજ આરોપીઓ વિરૂદ્ધ પ્રોહીબિશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
porbandar
મળતી માહિતી પ્રમાણે, હેડકૉન્ટેબલને મળતી બાતમીના આધારે બરડા ડુંગરમાં પેટ્રોલીંગ ગોઠવવામાં આવી હતી. તે દરમિયાન ત્રણ જુદી-જુદી જગ્યાએ રેડ પાડવામાં આવી હતી. જેમાં એક જગ્યાએથી 27,170 રૂપિયા, બીજી જગ્યાએથી 9,730 રૂપિયા અને ત્રીજી જગ્યાએથી 2400 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો. તેમજ આરોપીઓ વિરૂદ્ધ પ્રોહીબિશનનો ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.