પોરબંદરઃ જિલ્લામાં 2 વર્ષ પૂર્વે એક જ્યોતિષે એક શખ્સને જણાવ્યું હતું કે, તમે બહુ જ ભાગ્યશાળી છો, તમારા લલાટ ઉપરથી તમને ગુપ્ત ધન મળશે. એવું મારું જ્યોતિષ કહે છે તેમ કહી શખ્સને વિશ્વાસમાં લઇ વિધિ કરવાના બહાને 11,00,000 રૂપિયા પડાવી છેતરપિંડી કરી હતી. જે મામલે કમલાબાગ ખાતે છેતરપિંડીનો ગુનો નોંધાવામાં આવ્યા હતો અને ત્યારબાદ પોલીસ દ્વારા જ્યોતિષને પકડી પડવામાં આવ્યો હતો.
છેતરપિંડીના ગુનાઓમાં સંડોવાયેલા જ્યોતિષને પકડતી પોરબંદર પોલીસ
પોરબંદરમાં જ્યોતિષે એક શખ્સને વિશ્વાસમાં લઇ વિધિ કરવાના બહાને રૂપિયા 11,00,000 પડાવી છેતરપિંડી કરી હતી. આ મામલે કમલાબાગ ખાતે છેતરપિંડીનો ગુનો નોંધી જ્યોતિષને પકડી પડવામાં આવ્યો હતો.
પોરબંદર પોલીસ દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડવા અંગે ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસને ખાનગી બાતમીદારો તથા ટેકનિકલ શોર્સના આધારે મળેલી માહિતી અનુસાર પેટ્રોલિંગ દરમિયાન છેલ્લા 2 વર્ષથી કમલાબાગ પોલીસ સ્ટેશનમાં 11,00,000ની છેતરપિંડીના ગુનામાં નાસતો ફરતો આરોપી હરસુખ ભાઇ મનુભાઇ લાબડીયાની બાતમી મળી હતી. જેથી પોલીસે સ્થળ પર જઇ તેને ઝડપી લઇ કોવિડ ટેસ્ટ કરાવી કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે ધોરણસરની કાર્યવાહી કરી હતી.
આ કામગીરી પેરોલ ફર્લો સ્ક્વોડના PSI એચ.સી. ગોહિલ તથા SSI અરવિંંદભાઈ સાવનીયા તથા પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ્ટેબલ સંજય ભાઈ કરસનભાઈ ચૌહાણ તથા મોહિતભાઈ ગોરાણીયા અને એસ.ઓ.જી પોરબંદર દ્વારા કરવામાં આવી હતી.