ગુજરાત

gujarat

ETV Bharat / state

ખૂનની કોશીષ, ખંડણી અને પ્રોહીબીશન જેવા ગુનાઓ આચરનારને પાસા હેઠળ અટકાયત કરતી પોરબંદર પોલીસ

ખૂનની કોશીષ, ખંડણી અને પ્રોહીબીશન જેવા ગુનાઓ આચરનારને પાસા હેઠળ પોરબંદર પોલીસે અટકાયત કરી છે. પોલીસ અધિક્ષક‌ ડો.રવિ મોહન સૈનીની સુચના અન્વયે જિલ્લામાં માથાભારે શખ્સો ઉપર અને અનેક ગુનાઓ આચરનાર શખસો વિરૂધ્ધમા પાસા હેઠળ અટકાયતી પગલા લેવા જણાવ્યું હતું.

Porbandar police arrest
ખૂનની કોશીષ, ખંડણી અને પ્રોહીબીશન જેવા ગુનાઓ આચરનારને પાસા હેઠળ અટકાયત કરતી પોરબંદર પોલીસ

By

Published : Aug 1, 2020, 1:55 AM IST

પોરબંદરઃ ખૂનની કોશીષ, ખંડણી અને પ્રોહીબીશન જેવા ગુનાઓ આચરનારને પાસા હેઠળ પોરબંદર પોલીસે અટકાયત કરી છે. પોલીસ અધિક્ષક‌ ડો.રવિ મોહન સૈનીની સુચના અન્વયે જિલ્લામાં માથાભારે શખ્સો ઉપર અને અનેક ગુનાઓ આચરનાર શખસો વિરૂધ્ધમા પાસા હેઠળ અટકાયતી પગલા લેવા જણાવ્યું હતું.

જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક જે.સી.કોઠીયા, હાર્બર મરીન પો.સ્ટે.ના PI એચ.એલ.આહિરે જિલ્લાના ઓડદર ગામના રહેવાસી આરોપી કાના રાણાભાઇ છેલાણા વાળાની પાસા દરખાસ્ત તૈયાર કરી પોરબંદર જિલ્લા મેજીસ્ટ્રેટ તરફ મોકલતા જિલ્લા મેજીસ્ટ્રેટ ડી.એન.મોદી દ્વારા આ સામાવાળાને પાસા હેઠળ અમદાવાદ જેલમાં અટકાયતમા રહેવા પાસા વોરન્ટ ઇસ્યુ કરતા LCB, PI એમ.એન.દવેના માર્ગદર્શન હેઠળ PSI એમ.એન.ગઢવીએ પાસા વોરંટની બજવણી કરી મધ્યસ્થ જેલ અમદાવાદ ખાતે મોકલી આપેલ છે.

ABOUT THE AUTHOR

...view details