ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદર આરજીટી કોલેજ વિસ્તારમાં દીપડો દેખાતાં ત્રણ પાંજરાં મૂકાયા

પોરબંદરમાં દિવાળીના દિવસે સિંહણ અને તેનું બચ્ચું આવી ચડયાં હતાં. એ પહેલાં વાડીપ્લોટમાંથી ઘરમાંથી દીપડો પકડાયો હતો. ત્યાં હવે ગઇકાલે પણ આરજીટી કોલેજ વિસ્તારમાં દીપડો આવી જતાં લોકોમાં ફફડાટ જોવા મળ્યો છે.

પોરબંદર આરજીટી કોલેજ વિસ્તારમાં દીપડો દેખાતાં ત્રણ પાંજરાં મૂકાયા
પોરબંદર આરજીટી કોલેજ વિસ્તારમાં દીપડો દેખાતાં ત્રણ પાંજરાં મૂકાયા

By ETV Bharat Gujarati Team

Published : Nov 27, 2023, 7:29 PM IST

લોકોમાં ફફડાટ

પોરબંદર : પોરબંદરમાં છેલ્લા એક વર્ષથી પ્રાણીઓ રહેણાંક વિસ્તારમાં આવી ચળવાના અનેક બનાવો બન્યા છે. ત્યારે પોરબંદરની આસપાસના વાડી વિસ્તારમાં પણ દીપડા દ્વારા મારણ કરવામાં આવતું હોવાની ઘટનાઓ બની છે. ત્યારે ગઈકાલે રાત્રે પોરબંદરની આરજીટી કોલેજના વિસ્તારમાં દીપડો દેખાતા રાતે લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

વન વિભાગને જાણ કરતા વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે ત્રણ પાંજરા અલગ અલગ સ્થળે મૂકવામાં આવ્યા છે. વહેલી તકે આ દીપડો પુરાઈ જાય તો આસપાસના લોકો રાહત શ્વાસ લઈ શકે. વર્ષો અગાઉ આ સ્થળે રાજાશાહી વખતમાં પ્રાણીસંગ્રહાલય હતું...નિશાંત બઢ ( સ્થાનિક )

દીપડો કેન્દ્રીય વિદ્યાલયના ગ્રાઉન્ડમાં ઘૂસી ગયો : ગઈકાલે રાત્રિના નવ કલાકની આસપાસ પોરબંદરની આરજીટી કોલેજ વિસ્તાર નજીક લોકોની નજરે ચડતા દીપડો ભાગ્યો હતો અને નજીક આવેલી જ કેન્દ્રીય વિદ્યાલયના મેદાનમાં ચાલ્યો ગયો હતો. કેન્દ્રીય વિદ્યાલયના ગ્રાઉન્ડમાં આવેલ ઝાડીઓમાં દીપડો છુપાયો હતો તેના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતાં.

દીપડાને પકડવાની કામગીરી : વનવિભાગને જાણ કરતા દીપડાને પકડવાની કામગીરી દીપડો દેખાં દેતાં લોકોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગ દ્વારા અલગ અલગ ત્રણ જગ્યાઓએ પાંજરું મૂકીને દીપડાને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પોરબંદર વન વિભાગ કોસ્ટ ગાર્ડ કવાટર, દીવાદાંડી અને આરજીટી કોલેજ પાસે પાંજરા મૂકીને દીપડાને પકડવાની કામગીરી હાથ ધરી છે.

બે દિવસ સિહણ રોકાયેલી : દિવાળીના દિવસે સિંહણ અને તેનું બચ્ચું પોરબંદરના રહેણાક વિસ્તાર એસએસસી કોલોનીમાં ચડી આવ્યાં હતાં. આ બંને વન્યજીવ બે દિવસ સુધી રોકાયા હતામ અને લોકોમાં તેને લઈને પણ ફફડાટ વ્યાપી ગયો હતો. જોકે વન વિભાગ દ્વારા સિંહણ અને તેના બચ્ચાને પકડી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતાં.

દીપડો પહેલાં પણ પકડાયો હતો : 20 જુલાઈ 2023ના રોજ વાડી પ્લોટમાં દીપડો ઘૂસેલો ચોમાસાના સમયમાં વિગત 20 જુલાઈ 2023ના રોજ એક દીપડો સવારે આંબેડકર ભવન પાસે દેખાયો હતો અને બપોર બાદ વાડી પ્લોટ વિસ્તારમાં એક રહેણાંકમાં લોકોની નજરે ચડતા વરસાદી માહોલ વચ્ચે તેનું પણ વન વિભાગે રેસ્ક્યુ કર્યું હતું.

આરજીટી કોલેજ પાસે સ્કૂલ પણ છે : પોરબંદર આરજીટી કોલેજ આસપાસ સ્કૂલ પણ આવેલી છે. અનેક લોકો અહીંથી અવરજવર કરતા હોય ત્યારે દીપડાનું અહીં આવવું લોકો માટે ભયજનક પરિસ્થિતિમાં મૂકી દે તેવું છે. ગત રાત્રે રામબા ટીચર્સ કોલેજના ઐતિહાસિક ઇમારતમાં થઈને કેન્દ્રીય વિદ્યાલય સુધી જતો દીપડો જોયો હતો.

  1. રાણાવાવની ભોરાસર સિમમાં દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ
  2. પોરબંદર જિલ્લાના રાણાવાવ વિસ્તારમાં બે દિવસમાં બે દીપડા પાંજરે પુરાયા

ABOUT THE AUTHOR

...view details