પોરબંદરઃ શહેરના નહેરૂ યુવા કેન્દ્ર દ્વારા જિલ્લાનાં ગામડાઓમાં લોકજાગૃતિ અર્થે ભીતચિત્રો તથા ભીતસુત્રોના માધ્યમથી લોકોને કોરોના મહામારીની ગંભીરતાથી વાકેફ કરવામાં આવ્યા હતા. લોક જાગૃતિ માટે પરંપરાગત લોક માધ્યમોનું એક આગવુ સ્થાન છે.
પોરબંદર નહેરૂ યુવા કેન્દ્રએ કોરોના અંગે લોકજાગૃતિ ફેલાવવા અપનાવી અનોખી રીત ભવાઇ, નાટક, ડાયરો સહિતના માધ્યમો ગામડાઓમાં જાગૃતિ લાવવામાં અન્ય માધ્યમો કરતા વિશેષ સ્થાન ધરાવે છે. કોરોના મહામારીના કારણે વધારે સંખ્યામાં લોકોને એકઠા કર્યા વગર ગામના તમામ લોકોમાં જાગૃતિ કેળવવા માટે ભારત સરકારના યુવા અને રમતગમત મંત્રાલય હસ્તકના નહેરૂ યુવા કેન્દ્ર પોરબંદરના જિલ્લા યુવા કો-ઓર્ડિનેટર મેઘાબેન સનવાલના માર્ગદર્શન હેઠળ કોરોના મહામારીના સંક્રમણથી બચવા માટેની જાણકારી ભીતચીત્રો અને ભીતસુત્રો દોરવામાં આવ્યા હતા.
નહેરૂ યુવા કેન્દ્ર પોરબંદરના જિલ્લા યુવા કો-ઓર્ડિનેટર મેઘાબેન સનવાલના માર્ગદર્શન હેઠળ કોરોના મહામારીના સંક્રમણથી બચવા માટેની જાણકારી ભીતચીત્રો અને ભીતસુત્રો દોરવામાં આવ્યા વિવિધ ચિત્રો મારફત કોરોના અંગેની જાગૃતિ તથા સ્વદેશી અપનાવો ભારતને આત્મનિર્ભર બનાવો, માસ્ક પહેરો, ઘરે રહો, સુરક્ષિત રહો, સંકલ્પ અને સંયમ દ્વારા કોરોનાનો સામનો કરીએ સહિતના ચિત્રો અને સુત્રો પોરબંદર જિલ્લાના રાણા કંડોરણા, પાતા, ફટાણા, અમરદડ, બરડીયા, સહિતના ગામોમાં દોરવામાં આવ્યા હતા.
સંકલ્પ અને સંયમ દ્વારા કોરોનાનો સામનો કરીએ ઉલ્લેખનીય છે કે, આ કાયક્રમને સફળ બનાવવા રાણાવાવ તાલુકાના રાષ્ટ્રીય યુવા સ્વયંસેવક નાઢા પુજા, હિતેશ ચાવડા, પોરબંદર તાલુકાના પરમાર રાણી, કિશોર પાંડાવદરા, સાદિયા નિમુએ પોતાનું વિશિષ્ટ યોગદાન પુરૂ પાડ્યું હતું.