પોરબંદર: પોરબંદર LCB PI એમ.એન.દવે તથા PSI એન.એમ.ગઢવી અને LCB સ્ટાફના માણસો હાજર હતા તે દરમ્યાન HC સલીમભાઇ પઠાણને બાતમી મળી હતી કે પોરબંદર ઉદ્યોગનગરમાં રહેતો નાગાજણ રામભાઇ કડેગીયા પોતાના મકાનમાં બહારથી માણસોને બોલાવી જુગારધામ ખોલ્યું છે.
પોરબંદર ઉદ્યોગનગર વિસ્તારમાંથી પાંચ જુગારીઓ ઝડપાયા - Gambling in porbandar district
જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક મનીંદર પ્રતાપસિંહ પવારસાહેબ તથા પોરબંદર પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની દ્વારા આગામી જન્માષ્ટમીના તહેવારને લઇને જિલ્લામાં દારૂ - જુગારની પ્રવૃત્તિઓ નાબૂદ કરવા કાર્યવાહીના આદેશ આપ્યા હતા. જે અંતર્ગત પોરબંદર પોલીસ દ્વારા 5 જુગારીઓને ઝડપી રૂ. 20, 750નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
પોરબંદર ઉદ્યોગનગર વિસ્તારમાંથી પાંચ જુગારી ઝડપાયા
આ અંગે પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને કાર્યવાહી હાથ ધરતા રૂ. 20, 750નો મુદ્દામાલ કબજે કરી 5 જુગારીઓને ધરપકડ કરી હતી.
આગામી જન્માષ્ટમીના તહેવારને લઈને રાજ્યમાં દારૂ - જુગારના વધતા બનાવો અંગે પોલીસે ઘણી સતર્કતા દાખવી છે. આ કામગીરીમાં પોરબંદર LCB PI એમ.એન.દવે, LCB PSI એન.એમ.ગઢવી, ASI રમેશભાઇ જાદવ, બટુકભાઇ વિંઝુડા, તથા HC સલીમભાઇ પઠાણ, રવિભાઇ ચાઉ, ગોવિંદભાઇ મકવાણા, સુરેશભાઇ નકુમ PC દિલીપભાઇ મોઢવાડીયા વગેરેએ કાર્યવાહી કરી હતી.