આ પ્રક્રિયા સંપૂર્ણ કોમ્પ્યુટરાઇઝ પધ્ધતીથી રેન્ડમાઇઝેશન કરવામાં આવે છે. રેન્ડમાઇઝેશન બાદ ૧૧-પોરબંદર લોકસભા બેઠકનાં ૧૮૫૪ મતદાન મથક પર ૨૨૪૫ કન્ટ્રોલ યુનીટ (CU) ૨૩૭૮ VVPAT અને ૪૧૮૮ BU નો સમાવેશ થાય છે. ૧૮૫૪ મતદાન મથક માટે પ્રત્યેક મતદાન મથકમાં એક કન્ટ્રોલ યુનીટ (CU)એક VVPAT- અને ૨(બે) BU ફાળવવામાં આવ્યા છે. બાકીના જરૂરી કંન્ટ્રોલ યુનીટ VVPAT-BU રીઝર્વ રાખવામા આવશે. જેનો જરૂર પડયે તાત્કાલીક ઉપયોગ કરી શકાય. રેન્ડમાઇઝેશન કામગીરીમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કે.જી.ચૌધરી પ્રાંત અધિકારીશ્રી કે.વી. બાટી,મામલતદાર પટેલ, નાયબ મામલતદાર વિપુલ પુરોહીત,નીલેશ મહેતા સહભાગી થયા હતા.
વિધાનસભા મુજબ ફાળવવામાં આવેલ EVM-VVPATની વિગતો નીચે મુજબ છે.
વિધાનસભા વિસ્તાર | મતદાન મથક | CU | VVPAT | BU |
૭૩-ગોંડલ | 236 | 277 | 286 | 531 |
૭૪-જેતપુર | 305 | 357 | 370 | 685 |
૭૫-ધોરાજી | 271 | 318 | 328 | 609 |
૮૫-માણાવદર | 286 | 361 | 392 | 690 |
૮૮-કેશોદ | 265 | 371 | 393 | 593 |
૮૩-પોરબંદર | 254 | 290 | 315 | 558 |
૮૪-કુતીયાણા | 237 | 271 | 294 | 522 |
કુલ | 1854 | 2245 | 2378 |