પોરબંદરઃ રાજ્યભરમાં દિવસેને દિવસે કોરોના પોઝિટિવની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે પોરબંદરમાં ગુરૂવારે 64 સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી એક વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પોરબંદરના HDFC બેન્કમાં કામ કરતાં ક્રેડિટ કાર્ડ સેકશનના મેનેજરને કોરોના પોઝિટિવ આવ્યો છે. તેમને પોરબંદરના રોયલ આર્કેડ વિસ્તારમાં રહેતા હોવાથી આસપાસના વિસ્તાર તેમજ બેંકને સેનેટાઈઝ કરવામાં આવી હતી. જ્યારે શુક્રવાર બેંક બંધ રાખવામાં આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા મેનેજરના સંપર્કમાં આવેલા લોકોની યાદી બનાવવાની શરૂ કરી છે.
પોરબંદર કોરોના અપડેટ
- સક્રિય કેસ- 7
- કુલ પોઝિટિવ કેસ-
- કોરોના પરિક્ષણ- 3682
- સ્વસ્થ થયેલા દર્દી- 17
- ક્વોરેન્ટાઈન હેઠળ લોકો- 2307
- કુલ મૃત્યુ- 2
ઉત્તર પ્રદેશના રહેવાસી અને પોરબંદર ટોલનાકા પર મેનેજર તરીકે ફરજ બજાવતાં એક યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા પોરબંદર આરોગ્ય તંત્ર પણ દોડતું થયું છે. પોરબંદરના ટોલનાકા પર મેનેજર તરીકે ફરજ બજાવતા યુવાનનું સેમ્પલ ઉપલેટા ખાતે લેવાવું હતું. તેનો રિપોર્ટ પોઝિટિવ આવતા પોરબંદરનું આરોગ્ય તંત્ર તાત્કાલિક ટોલનાકા પર દોડી ગયું હતું તેમજ તમામ કર્મચારીઓની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. જ્યારે કોરોનાના લક્ષણો ધરાવતા લોકોને ડિસ્ટ્રિક્ટ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા હતા.