ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રતિબંધો/છૂટછાટ ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધ કરાયું - porbandar corona update

નોવેલ કોરોના વાઇરસ covid-19ના ઝડપી સંક્રમણને ધ્યાને લઇને સરકાર દ્વારા 31 મે સુધી લોકડાઉનને લંબાવવામાં આવ્યું છે.

PORBANDAR DISTRICT MAGISTRATE RELEASES NOTICE FOR BANDS
પોરબંદર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રતિબંધો/છૂટછાટ ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધ કરાયું

By

Published : May 19, 2020, 7:49 PM IST

પોરબંદરઃ નોવેલ કોરોના વાઇરસ covid-19ના ઝડપી સંક્રમણને ધ્યાને લઇને સરકાર દ્વારા 31 મે સુધી લોકડાઉનને લંબાવવામાં આવ્યું છે.
તમામ શાળાઓ, કોલેજો, શૈક્ષણિક/તાલીમ/ કોચિંગ સંસ્થાઓ વગેરે બંધ રહેશે. સિનેમા હોલ, મોલ, શોપિંગ મોલ્સ, વ્યાયામશાળઓ, સ્વિમિંગ પુલ, મનોરંજન ઉધાનો, નાટયગૃહ, બાર અને ઓડિટોરિયમ, વોટર પાર્ક અને એમ્યુસમેન્ટ પાર્ક, પુરાતત્વીય સ્થળ, બીચ(ચોપાટી), અન્ય પ્રવાસન સ્થળો, એસેમ્બલી હોલ જેવા જાહેર સ્થળો, બધા સામાજિક/રાજ્કીય/રમતો/મનોરંજન/ શૈક્ષણિક/સાંસ્કૃતિક/ધાર્મિક કાર્યક્રમો/અન્ય મેળાવડા અને મોટી ધાર્મિક મદની, બધા ધાર્મિક સ્થળો/પુજાના સ્થળો જાહેર જનતા માટે બંધ રહેશે.

પોરબંદર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રતિબંધો/છૂટછાટ ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધ કરાયું

કામદારો/કર્મચારીઓ/દુકાનદારો મકાન/ઘર Containment ઝોનમાં આવેલ હોય તેઓને Containment ઝોન છોડવા છુટ આપી શકાશે નહીં. બિનઆવશ્યક સેવાઓ માટે વ્યક્તિની અવરજવર પર સાંજના 7થી સવારના 7 સુધી સખત પ્રતિબંધ(Curfew) રહેશે. આવશ્યક જરૂરિયાત અથવા આરોગ્ય વિષયક સારવાર સિવાય 65થી વધુ ઉંમરના વ્યક્તિ, રોગ ધરાવતી વ્યક્તિ, ગર્ભસ્થ મહિલા(પ્રેગ્નેટ વુમન), 10 વર્ષથી નાના બાળકો ઘરની બહાર નિકળી શકશે નહીં. પોરબંદર જિલ્લામાં તમામ જાહેર સ્થળોએ ચાની રેકડી/કેબીન, નાસ્તા સહિતની ખાણી પીણીની રેકડીઓ, લારી ગલ્લાઓ બંધ રાખવાના રહેશે, તમામ કતલખાનાઓ તથા માસ, મચ્છી, મટનની માર્કેટ બંધ રહેશે.

પોરબંદર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રતિબંધો/છૂટછાટ ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધ કરાયું
આવશ્યક સેવાઓ તેમની સામે નિર્ધારીત કરવામાં આવેલ સમય સિવાય ખુલ્લી રાખી શકાશે નહીં. જેમાં છુટક દુધના ફેરીયાઓનો સમય સવારના 8 કલાકથી સાંજના 7 કલાક સુધી, દુધની ડેરી અને ડેરી પાર્લર ખુલ્લી રાખવાનો સમય સવારના 8 કલાકથી સાંજના 7 કલાક સુધી, શાકભાજી માર્કેટના દુકાનદારોએ માર્કેટ બંધ રાખીને શાકભાજી અને ફળો વિવિધ વિસ્તારમાં રેકડી ફેરવીને વિતરણ કરવુ સવારના 8 કલાકથી બપોરના 4 કલાક સુધી, મરઘા, માંસ અને માછલી વિવિધ વિસ્તારમાં રેકડી ફેરવીને વિતરણ કરી શકાશે. સવારના 8 કલાકથી બપોરના 4 કલાક સુધી, મેડીકલ સ્ટોર આખો દિવસ ખુલ્લી રાખી શકાશે. ઉપર સિવાયની તમામ દુકાનો/ઓફીસ વગેરે સવારના 8 કલાકથી બપોરના 4 કલાક સુધી શરૂ રાખી શકાશે.જે વિસ્તાર Containment ઝોન જાહેર કરવામાં આવેલ હોય તેમાં સવારના 8 કલાકથી બપોરના 3 કલાક સુધી આવશ્યક સેવાઓ જ ચાલુ રાખી શકાશે. Non- Containment ઝોનમાં તમામ પ્રકારની આર્થિક પ્રવૃતિઓ (નીચેના નેગીટીવ લીસ્ટ સિવાયની) ચાલુ રાખી શકાશે. દુકાનો, સંસ્થાઓ અને ઉદ્યોગો સવારના 8થી બપોરના 4 કલાક સુધી ચાલુ રાખી શકાશે. જે ઉદ્યોગમાં લોક ઇનની સુવિધા હોય તથા જે ઉદ્યોગો સતત પ્રક્રિયા વાળા હોય તેવા ઉદ્યોગોમાં કામદારોની અવર જવર ન થાય તે શરતે ચાલુ રાખી શકાશે. માર્કેટ એરીયા/શોપીંગ કોમ્પલેક્ષમાં સમુહમાં આવેલી દુકાનો પૈકી નગરપાલિકા દ્રારા આપવામાં આવે તે નંબર પ્રમાણે એકી સંખ્યામાં હોય તે એકી તારીખે અને બેકી સંખ્યામાં હોય તે બેકી તારીખે ખુલ્લી રાખી શકાશે. છુટી છવાણી અને કોલોનીમાં આવેલ દુકાનો દરરોજ ખુલ્લી રહી શકશે. તેમજ એક સમયે પાંચ કરતા વધુ વ્યક્તિઓને પ્રવેશ આપવાનો રહેશે નહીં.લોકોની સરળતા માટે નીચે મુજબના વિસ્તારોને માર્કેટ એરીયા તરીકે આઇડેન્ટીફાય કરવામાં આવે છે.પોરબંદર શહેરી વિસ્તાર માટે ખાદી ભવન- હનુમાન ગુફા પોલીસ ચોકી- શિતલા ચોક- માણેક ચોક- મોટી શાક માર્કેટની પાછળનો દેના બેંક વાળો રોડ- તાલુકા પંચાયત કચેરી પાછળથી- જુની કલેકટર કચેરીથી- ખાદી ભવન વચ્ચેનો વિસ્તાર, રાણાવાવ શહેરી વિસ્તાર માટે નટવર ચોક વિસ્તાર- દરબાર ગઢ વિસ્તાર, કુતિયાણા શહેરી વિસ્તાર માટે ભીંડી બજાર, શાહી બજાર, રમત સંકુલો અને સ્ટેડીયમ ખુલ્લા રાખી શકાશે. પરંતુ દર્શકોને પ્રવેશ આપી શકાશે નહી. આ માટેની પરવાનગી જિલ્લા રમત ગમત અધિકારીશ્રી મારફત મેળવવાની રહેશે. તમામ મેડીકલ પ્રોફેશનલ્સ, નર્સિસ, પેરા મેડીકલ સ્ટાફ, સફાઇ કર્મચારી અને એમ્બ્યુલન્સ કોઇપણ નિયંત્રણ વગર અવર જવર કરવાની છુટ રહેશે. મેડીકલ સ્ટોર સમય બાધ સિવાય ખુલ્લા રાખી શકાશે. તમામ પ્રકારના ગુડઝ/કાર્ગોની (ખાલી ટ્રક સહિત) અવર જવર કરી શકાશે. Containment ઝોન સિવાયના તમામ વિસ્તાર SOPs અને ઉદ્યોગ વિભાગ દ્રારા વખતો વખત આપવામા આવેલ સુચનાઓ અનુસાર All Manufacturing Activity ચાલુ રાખી શકાશે.કામના/ જાહેર સ્થળોએ દરેકે ફરજીયાત પણે મોંઢું ઢાંકવાનુ રહેશે. જાહેરમાં થુંકનારને ૨૦૦ રૂપીયા દંડ કરવામાં આવશે. જાહેરસ્થળોએ કામના સ્થળોએ તેમજ વાહન વ્યવહારવાળી જગ્યાએ ફરજીયાત પણે સોશ્યલ ડિસ્ટેન્સીંગનું પાલન કરવાનું રહેશે. લગ્ન પ્રસંગને ફરજીયાત પણે સોશ્યિલ ડિસ્ટેનસીંગનું પાલન કરવાનું રહેશે. આવા પ્રસંગો માટે ડીવીઝનલ મેજીસ્ટ્રેટ પરવાનગી આપવામાં આવે તે રીતે અમલ કરવાનો રહેશે. અંતિમ સંસ્કાર/અંતિમવિધિ જેવા પ્રસંગોમાં ફરજીયાત પણે સોશિયલ ડિસ્ટેન્સીંગનું પાલન કરવાનું રહેશે. તેમજ આવા પ્રસંગોમાં ૨૦ કે તેથી વધુ વ્યક્તિઓ સાથેનું આયોજન કરી શકાશે નહીં, દરેક દુકાનો પર ગ્રાહકો વચ્ચે ઓછામાં ઓછુ ૬ ફુટનું અંતર રહે તેની ખાત્રી કરવાની રહેશે. તેમજ એક સમયે પાંચ કરતા વધુ વ્યક્તિઓને પ્રવેશ આપવાનો રહેશે નહીં.કામના સ્થળોએ નીચે મુજબની વધારાની કાર્યપધ્ધતિઅમલી રાખવાની રહેશે શક્ય હોય ત્યા સુધી ઘરેથી કામ કરવાની પધ્ધતિ અમલમાં લાવવાની રહેશે, કચેરીઓ, કામના સ્થળો, દુકાનો, માર્કેટો અને ઓદ્યોગિક તેમજ વાણિજ્ય સંસ્થાઓમાં કર્મચારી/કામદારો માટે કામના કલાકો અલગ અલગ રાખવાના રહેશે. થર્મેલ સ્કેનીંગ, હેન્ડ વોશ, સેનીટાઇઝરનો એન્ટ્રી, એક્ઝિટના પોઇન્ટ અને કોમન એરીયામાં ઉપયોગ કરવાનો રહેશે. કામના સ્થળોએ પાળી/સીફટ બદલતી વખતે મુખ્ય દરવાજો/એન્ટ્રી, તેમજ વધુ પ્રમાણમાં અવર જવર થતા કોમન સ્થળો વારંવાર સેનીટાઇઝર કરવાના રહેશે. કામના સ્થળ પરના ઇન્ચાર્જ વ્યક્તિએ કામદારો વચ્ચે પુરતું અંતર જાળવી, કામની પાળીમાં અંતર રાખીને, લન્ચ બ્રેક/રીસેસના સમયને અલગ અલગ કરીને સોશિયલ ડિસ્ટેનસીંગનું અચુક પણે પાલન કરવાનું રહેશે.આવનાર તમામ ગ્રાહકો માટે 6 ફુટનું સોશ્યિલ ડિસ્ટન્સ જાળવવાનું રહેશે. તે માટે કામના સ્થળની આગળ અંતર જાળવવા માટે માર્કીંંગ કરવાના રહેશે. ફરજ પર આવતા તમામ વ્યક્તિને કોરોના રોગ અંગેના લક્ષણો જણાય આવે તો તુરંત જ નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર ચકાસણી માટે મોકલી આપવાના રહેશે અથવા શહેર જિલ્લાના કંટ્રોલરૂમ અથવા હેલ્પલાઇન નં.૧૦૪ પર જાણ કરવાની રહેશે. બિનજરૂરી ભીડ એકત્રીત ન થાય તેની તમામ જવાબદારી દુકાનદારની રહેશે. કોરોના વાયરસને લગતી કેન્દ્ર સરકાર / રાજ્ય સરકાર અત્રેની ગાઇડલાઇનની સુચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. દુકાનદારોએ અલાયદા પાસ/મંજુરી લેવાની રહેશે નહીં પરંતુ તેઓને ગુમાસ્તા ધારા હેઠળ આપવામાં આવેલ લાઇસન્સની નકલ તેમજ ફોટોઆઇડેન્ટીટી કાર્ડ સાથે રાખવાનુ રહેશે. કોઇપણ વ્યક્તિ/સંસ્થા કોરોના વાઇરસ અંગે ખોટી અફવા/માહિતી કોઇપણ પ્રકારના મીડિયા મારફત ફેલાવશે તો તે ગુન્હો ગણાશે અને તેમની વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જો કોઇ નાગરિક જાહેર થયેલ કોરોના વાયરસ પોઝિટિવ વિસ્તાર/દેશમાંથી આવ્યો હશે તો તેમણે નજીકની સરકારી હોસ્પિટલ અથવા શહેર/જિલ્લાના કંટ્રોલરૂમ અથવા હેલ્પ લાઇન નં.104 પર આ અંગે ફરજિયાત જાણ કરવાની તથા જરૂરી તમામ માહિતી આપવાની રહેશે. વહીવટી તંત્રની સુચના અનુસાર Home Quarantine Isolation પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આ હુકમ તા.19/05/2020થી અન્ય હુકમ થતા સુધી અમલમાં રહેશે.

ABOUT THE AUTHOR

...view details