ગુજરાત કિશાન સંગઠનના પોરબંદર તાલુકા પ્રમુખ હિતેશભાઈ મોઢવાડિયા સાથે મોટી સખ્યામાં ખેડૂતોએ આજે પાક વીમામાં ઓનલાઈન કામગીરીમાં થતી મુશ્કેલી અંગે જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી હતી, જેમાં જણાવ્યું હતુ કે બેંક ઓફ બરોડા અને સહકારી મંડળી સિવાયની તમામ બેંકો ખેડૂતો પાસે પાક વીમા ઓનલાઈન કરાવે છે તો બધી બેંકોના અલગ અલગ નિયમ કેમ?
પોરબંદર જિલ્લામાં પાક વીમાની ઓનલાઈન કામગીરીથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા - Gujarat
પોરબંદરઃ પોરબંદર પંથકમાં પાક વીમાની ઓનલાઈન કામગીરીમાં સમસ્યા સર્જાતી હોવાથી ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે. આ અંગે ગુજરાત કિશાન સંગઠન દ્વારા જિલ્લા કલેકટર અને લીડ બેન્કના અધિકારીને રજૂઆત કરી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરવામાં હતી.
પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના પ્રમાણે બેંકોએ જ ઓનલાઈન કરવાનું હોય છે.જે ખેડૂતોએ પાક્વીમાં ધિરાણ લોન ના લીધી હોય તે ખેડૂતોને પ્રીમીયમ ભરવાનુ અમુક બેંકો ના પાડે છે, જયારે એક જાગૃત ખેડૂત બેંક પાસે આ અંગે લેખિત માંગે છે અથવા ફરિયાદ કરવાની વાત કરે છે, ત્યારે બેંક નોન પાક વીમાનું પ્રીમીયમ સ્વીકારી લે છે અને ઓનલાઈન કામગીરી 8 જુલાઈ થી શરુ કરવામાં આવી છે અને 15 જુલાઈના રોજ બંધ કરવામાં આવશે આટલા ટૂંકા ગાળામાં ઓનલાઈન કરાવવુ શક્ય નથી. આથી દરેક ખેડૂત માટે ઓનલાઈનની સમયમર્યાદામાં પણ વધારો કરવા કલેકટરને રજૂઆત કરવામાં હતી.