પોરબંદર વિધાનસભા વિસ્તારના બુથ નંબર-120 પર નોંધાયું સૌથી વધુ મતદાન
પોરબંદરઃ લોકસભા સામાન્ય ચૂંટણી દરમિયાન પોરબંદર વિધાનસભા વિસ્તારનાં કુલ મતદાન મથક 254 પૈકી મતદાન મથક નંબર 120માં 84.69 ટકા સૌથી વધુ મતદાન નોંધાયુ છે. જ્યારે બુથ નંબર 174 માં 39.02 ટકા મતદાન પોરબંદર વિધાનસભા વિસ્તારમાં સૌથી ઓછું મતદાન છે.
pbr
અહીં 70 ટકા ઉપર નોંધાયેલા મતદાનની વિગત જોઇએ તો મીયાણી ૩ માં 74.14 ટકા, 56-સીમાણીમાં 74.46 ટકા, 69-બગવદર 2માં 77.83, 79-બોરીચામાં 71.48 ટકા, 105-જાવરમાં 77.57 ટકા, 121-પોરબંદરમાં 73.85, 122-પોરબંદરમાં 78.95, 123-પોરબંદરમાં 77.52 અને 124-પોરબંદરમાં 73.10 ટકા મતદાન નોંધાયુ છે. જ્યારે 140 પોરબંદરમાં 72.63 ટકા તેમજ પોરબંદર વિધાનસભા વિસ્તારમાં સરેરાશ 55.53 ટકા મતદાન થયું છે.