પોરબંદર: ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ પોરબંદર ખાતે દરરોજ જુદા જુદા ગામના ખેડૂતો સવારે 8 થી 12 સુધીના તંત્ર દ્વારા નક્કી કરેલા સમય દરમિયાન ઘઉં, જુવાર, મગફળી, ધાણા, જીરૂ સહિતની જણસીનુ વેચાણ કરી રહ્યા છે. કોરોના મહામારીનું સંક્રમણ ન ફેલાઇ તે હેતુથી રાજ્ય સરકાર વતી જિલ્લા વહિવટી તંત્રની માર્ગદર્શિકાનું ખેડૂતો પાલન કરીને પોતાની જણસીનુ વેચાણ કર્યું હતું.
પોરબંદર: સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં વેચાણ શરૂ
પોરબંદર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે સોશિયલ ડિસ્ટન્સિંગની અમલવારી સાથે ખેડૂતોની જણસીનુ વેચાણ શરૂ કરવામાં આવ્યું હતું.
પોરબંદર
22 એપ્રિલના રોજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે બખરલા, શીશલી, સોઢાણા, બોખીરા, મોઢવાડા સહિત ગામોના 29 ખેડૂતોએ પોતાની જણસીનું વેચાણ કર્યું હતું. માર્કેટીંગ યાર્ડ ખાતે આવતા ખેડૂતો સૌપ્રથમ ગેઇટ પર હાથને સેનીટાઇઝ કરે છે. તથા આરોગ્યની ટીમ દ્વારા માર્કેટીંગ યાર્ડ ખાતે આવતા તમામ ખેડૂતોનું સ્ક્રિનીંગ પણ કરવામાં આવે છે. આ ઉપરાંત તમામ ખેડૂતોએ સોશ્યિલ ડિસ્ટન્સનું પાલન કરીને પોતાની જણસીનું વેચાણ કર્યુ હતું.